• Gujarati News
  • Bajrangi Bhaijaan Collected 301 Crore Rupees Worldwide

300 કરોડ પાર કરનાર 2015ની પહેલી ફિલ્મ બની 'બજરંગી ભાઇજાન'

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'બજરંગી ભાઇજાન'એ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી છે. ફિલ્મે નવ દિવસમાં વર્લ્ડવાઇડ 300 કરોડનો આંક વટાવ્યો છે.
સલમાન ખાન, કરિના કપૂર અને નવાઝુદ્દીન સિદ્દિકીની ફિલ્મ વર્લ્ડવાઇડ 5000થી વધુ સ્ક્રીન પર 17 જુલાઇએ રીલિઝ થઇ હતી. ઇદના પ્રસંગે રીલિઝ થયેલી આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. અમુક લોકો તો આને સલમાનની અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ ગણાવી રહ્યાં છે.
'બજરંગી ભાઇજાન'ને ધરેલૂ બોક્સ ઓફિસ પર 217.82 કરોડ અને ઓવરસીઝમાં 83.29 કરોડની કમાણી કરી છે. 301.11 કરોડ સાથે 'બજરંગી..' 2015ની પહેલી ફિલ્મ બની, જેણે 300 કરોડનો આંકડો પાર કર્યો હોય. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સલમાનની ફિલ્મ 'કિક' 300 કરોડ કમાવવામાં સફળ રહી હતી.

નોંધનીય છે કે, 10 જુલાઇએ રીલિઝ થયેલી સાઉથની ફિલ્મ 'બાહુબલી'એ પંદર દિવસમાં લગભગ 400 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આગળ જુઓ, day-by-day કલેક્શનના આંકડા...