'બાહુબલી'એ 17 દિવસમાં કર્યા 425 કરોડ, 'ચેન્નઇ એક્સપ્રેસ'નો રેકોર્ડ તોડ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
('બાહુબલી'ના એક સીનમાં રાણા દગ્ગુબતી અને પ્રભાસ)
મુંબઇ: ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી'એ બોક્સ ઓફિસ પર 17 દિવસમાં વર્લ્ડવાઇડ લગભગ 425 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર 'ચેન્નાઇ એક્સપ્રેસ' (2013)નો વર્લ્ડવાઇડ 422 કરોડ રૂપિયાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. નોંધનીય છે કે, સલમાન ખાનની 'બજરંગી ભાઇજાન' અને ધુનષની તમિલ એક્શન કોમેડી 'મારી' જેવી મોટી ફિલ્મ્સ બોક્સ ઓફિસ પર હોડમાં હોવા છતાં તેણે બીજા સપ્તાહે 139 કરોડની કમાણી કરી છે. બે સપ્તાહમાં તેનું કુલ કલેક્શન 385 કરોડ રૂપિયા હતું. ત્રીજા સપ્તાહના ત્રણ દિવસ શુક્રવાર, શનિવાર અને રવિવારે ફિલ્મ લગભગ 40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 10 જુલાઇએ રીલિઝ થયેલી આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબતી, અનુષ્કા શેટ્ટી અને તમન્ના ભાટિયા પણ મહત્વની ભૂમિકામાં હતી.
'બાહુબલી'ના હિંદી વર્ઝને રવિવાર સુધી 85.71 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ વાતની જાણકારી ટ્વિટર પર આપી છે. તેમણે લખ્યું છે, "#Baahubali [dubbed Hindi version; Week 3] is simply UNSTOPPABLE. Fri 3.10 cr, Sat 4.35 cr, Sun 5.11 cr. Total: ₹ 85.71 cr. FANTABULOUS!"
પ્રભાસે પીએમને કરી ફિલ્મ જોવાની વિનંતી
રવિવારે ફિલ્મના લીડ એક્ટર પ્રભાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને ફિલ્મ જોવાની વિનંતી કરી. પ્રભાસે આ મુલાકાત અંગેની જાણકારી ટ્વિટર પર આપી. સાથે જ તેણે તસવીરો પણ શેર કરી હતી.
આગળ જુઓ, પીએમ મોદી સાથે પ્રભાસની તસવીરો...