Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » Bachchan Family Are Staying At The Luxury Resort at maldives

અભિષેક-ઐશ્વર્યા અને શ્વેતા તરફથી માલદિવમાં મળી બિગ બીને 75માં બર્થ ડે પર સરપ્રાઈઝ

Divyabhaskar.com | Updated - Oct 11, 2017, 02:03 PM

આજે(11 ઓક્ટોબર) અમિતાભ બચ્ચન પોતાનો 75મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યાં છે. કાલ સાંજે અમિતાભ ફેમિલી સાથે માલદિવ માટે નીકળી

  • Bachchan Family Are Staying At The Luxury Resort at maldives
    મુંબઈ : આજે(11 ઓક્ટોબર) અમિતાભ બચ્ચન પોતાનો 75મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યાં છે. કાલ સાંજે અમિતાભ ફેમિલી સાથે માલદિવ માટે નીકળી ગયા હતા. અમિતાભ આ ખાસ અવસર પર વાઈફ જયા બચ્ચન, દીકરા અભિષેક બચ્ચન, વહૂ ઐશ્વર્યા રાય બચ્ચન, દીકરી શ્વેતા બચ્ચન નંદા, પૌત્રી નવ્યા નવેલી અને આરાધ્યાની સાથે એન્જોય કરશે. દીકરા-વહૂ અને દીકરીનું હતુ પ્લાનિંગ...
    એક લીડિંગ ડેલી પ્રમાણે આ દિવસેને કેવી રીતે ખાસ બનાવાય તે માટે પ્લાનિંગ અભિષેક, વહૂ ઐશ્વર્યા અને દીકરી શ્વેતાએ મળીને પ્લાન કર્યો હતો. જાણકારી પ્રમાણે, બચ્ચન ફેમિલી અત્યારે લગ્ઝરી રિશોર્ટમાં રોક્યું છે. ગત વર્ષે અભિષેકના બર્થ ડે પર પણ બચ્ચન ફેમિલી અંહી જ રહ્યું હતુ. આ રિશોર્ટ હમેશાથી તેમનો ફેવરિટ રહ્યો છે. કેમ કે અહીં બીચિસ પર વિઝિટર્સને પૂરી પ્રાઈવસી મળે છે. બર્થે ડે સેલિબ્રેશન એક પ્રાઈવેટ બીચ પર કેક કટિંગ અને ફટાકડા ફોડીને કરવામાં આવશે. ચાર દિવસના આ વેકેશન પર બચ્ચન ફેમિલી જેટ સ્કીઈંગથી લઈને સેલિંગ સુધી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટિઝ કરશે. તે ઉપરાંત એક યાટ પાર્ટી પણ ઓર્ગેનાઈઝ કરવાનો પ્લાન છે.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending