'બાહુબલી'ની હોળી પર ભેટ, આ અંદાજમાં જોવા મળ્યા કટપ્પા સહિતના સ્ટાર્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 'બાહુબલી 2'નું ટ્રેલર 16 માર્ચના રીલિઝ થવાનું છે. ટ્રેલર રીલિઝ પહેલાં આ ફિલ્મના બે પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યા હતાં. એક પોસ્ટરમાં ફિલ્મની તમામ સ્ટાર-કાસ્ટ પોતાના આગવા અંદાજમાં જોવા મળી હતી. જેમાં પ્રભાસ, રાણા દુગ્ગુબત્તી, સથ્યરાજ, તમન્ના ભાટિયા, અનુષ્કા શેટ્ટી છે. જ્યારે બીજા પોસ્ટરમાં કટપ્પા નાના બાળકને રમાડી રહ્યો છે.

ત્રણ ભાષામાં રીલિઝ થશે ફિલ્મઃ
'બાહુબલી 2' ત્રણ ભાષામાં રીલિઝ થશે. તેલેગુ, તમિલ તથા હિંદી. બોલિવૂડ ડિરેક્ટર કરન જોહરે આ ફિલ્મના હિંદી વર્ઝનના થિયેટ્રિકલ રાઈટ્સ 120 કરોડ રૂ.માં ખરીદી લીધા છે. ઉલ્લેખનીય છે કે 2015માં રીલિઝ થયેલી 'બાહુબલી' પહેલા સાઉથ ઈન્ડિયન મૂવી હતી, જે હિંદીમા ડબ થઈ હતી અને તેણે 100 કરોડથી વધુની કમાણી કરી હતી.

અલગ-અલગ રાઈટ્સ વેચીને કરી કમાણીઃ
તેલુગુ વર્ઝનમાં આ ફિલ્મના થિયેટ્રિકલ રાઈટ્સ 130 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે. જ્યારે તમિલનાડુમાં આ ફિલ્મના થિયેટ્રિક્લ રાઈટ્સ 47 કરોડમાં વેચાયા છે. તમિલનાડુમાં આ પહેલી નોન-રજનીકાંત ફિલ્મ છે, જે આટલા ઉંચા દામે વેચાઈ છે. કેરળમાં આ ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂશનના રાઈટ્સ 10 કરોડ, કર્ણાટકમાં 45 કરો, નોર્થ અમેરિકામાં 45 કરોડમાં વેચવામાં આવ્યા છે. જ્યારે અમેરિકામાં આ રાઈટ્સ કેટલામાં વેચવામાં આવ્યા છે, તે હજી જાણી શકાયું નથી. 'બાહુબલી 2'એ રેકોર્ડ બ્રેક કરીને આ તમામ રાઈટ્સ વેચ્યા છે. 

હિંદી સેટેલાઈટ્સ રાઈટ્સ 51 કરોડમાં વેચાયાઃ
સોની નેટવર્કે હિંદી સેટેલાઈટ્સ રાઈટ્સ 51 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. તેલુગુ ટીવી રાઈટ્સ 26 કરોડમાં વેચાયા છે. તમિલ તથા મલયાલમના ટીવી રાઈટ્સ હજી સુધી જાહેર કરવામાં આવ્યા નથી. 

500 કરોડની કમાણીઃ
આટલું જનહીં અમેરિકાના થિયેટર રાઈટ્સ, સેટેલાઈટ રાઈટ્સ, તમિલ-મલયાલમના સેટેલાઈટ્સ રાઈટ્સ તથા ઓડિયો રાઈટ્સનો પણ સમાવેશ કરવામાં આવે તો 'બાહુબલી 2'એ રીલિઝ પહેલાં જ 500 કરોડની કમાણી કરી નાખી છે. 

33 સ્ટુડિયોમાં ચાલુ છે વીએફએક્સનું કામઃ
આ ફિલ્મનું વીએફએક્સનું કામ સ્પીડમાં ચાલી રહ્યું છે. આ માટે 33 સ્ટુડિયો રોકવામાં આવ્યા છે અને આ તમામમાં 'બાહુબલી 2'નું વીએફએક્સનું કામ થઈ રહ્યું છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, 'બાહુબલી 2'ના અત્યાર સુધી રીલિઝ થયેલા લુક....)
અન્ય સમાચારો પણ છે...