25 વર્ષ બાદ બિગ બીએ કર્યો બચ્ચન-ગાંધી પરિવારનો ઉલ્લેખ, કહ્યું હજી પણ મિત્રો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચન અને ગાંધી પરિવારના સંબંધોની વાત હંમેશાથી થાય છે. 1990ના દશક બાદ બન્ને પરિવારોની દોસ્તીમાં તિરાડ પડવાની વાત સામે આવી હતી. અમિતાભે કહ્યું,"બચ્ચન-ગાંધી પરિવારની દોસ્તી કદી પણ પૂરી થઇ નહોતી." તેમણે એ પણ કહ્યું હતું કે,"તમે ફ્રેન્ડશિપની વાત કઇ રીતે કરી શકો છો? અમે હજુ પણ દોસ્ત છીએ."
અમિતાભે કહ્યું વાયદાઓ પૂરા ન કરવાનો અફસોસ
-અમિતાભ શુક્રવારે જર્નલિસ્ટ શેખર ગુપ્તા અને બરખા દત્તના કાર્યક્રમ 'ઓફ ધ કફ'માં આવ્યા હતાં.
-અમિતાભના મતે,"મારી રાજનીતિની સફર થોડી રહી પરંતુ એ વાતનો અફસોસ પણ છે કે હું અલાહાબાદની જનતાને કરેલા વાયદાઓ પૂરા ન કરી શક્યો."
-"જેટલી મારી ક્ષમતા હતી મેં વાયદાઓ પૂરા કરવાની કોશિશ કરી પરંતુ હું જાણું છું કે અલાહાબાદના લોકો મને ક્યારે પણ માફ નહીં કરે."

રાજનીતિમાં આવવાનો નિર્ણય ઇમોશનલ
-જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રાજનીતિમાં આવવાનો તેમનો ઇમોશનલ નિર્ણય હતો તો અમિતાભે કહ્યું,"મને લાગે છે કે તે એક ઇમોશનલ નિર્ણય હતો. હું ત્યા જઇને દોસ્તની મદદ કરવા ઇચ્છતો હતો. પરંતુ પછી અહેસાસ થયો કે રાજનીતિમાં લાગણીઓને કોઇ જગ્યા નથી. મને લાગ્યું કે હું રાજનીતિમાં કામ કરવાને લાયક નથી.આથી છોડી દીધી."
-અમિતાભે પોતાના દોસ્ત અને પૂર્વ પીએમ રાજીવ ગાંધીના કહેવા પર 1984માં અલાહાબાદથી લોકસભાની ચૂંટણી લડી હતી. જેમાં તેણે હેમવતીનંદન બહુગુણાને મોટા અંતરથી હરાવ્યા હતાં. પરંતુ તેમણે 3 વર્ષ બાદ રાજીનામું આપ્યું હતું.
અમિતાભે કહ્યું, "બન્ને પરિવાર હજુ પણ મિત્રો"
-જ્યારે અમિતાભને સવાલ પૂછવામાં આવ્યો કે રાજનીતિ છોડવાની અસર બન્ને ફેમિલીની દોસ્તી પર પડી તો અમિતાભે કહ્યું,"મને નથી લાગતું કે રાજનીતિ છોડવાના નિર્ણયની અસર દોસ્તી પર પડી. દોસ્તી પૂરી નથી થઇ. તમે એ મુદ્દા પર કઇ રીતે વાત કરી શકો છો? અમે હજુ પણ દોસ્ત છીએ."
-અમિતાભના જણાવ્યાનુસાર, અમે લોકો કલાકાર છીએ. લોકો અમને પ્રેમ કરે છે. અમારે તેના બદલામાં કશું આપવું પડે છે. જ્યારે અમે રાજનીતિમાં જઇએ છીએ ત્યારે ત્યાં પણ જનતાના પ્રેમના બદલે કશું આપવું પડે છે તો તેનો મતલબ શું છે.?"
-"જ્યારે તમે કંઇ જ પસંદ કરતા નથી તો તમને વિપરીત પ્રભાવનો ડર રહે છે. રાજનેતાઓ ખૂબ તાકાત ધરાવે છે. મને જાણ નથી કે તેઓ કઇ રીતે તમને નુકસાન પહોંચાડી શકે છે?"
અન્ય સમાચારો પણ છે...