તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્શનપેક હશે રણબિર-આલિયાની 'ડ્રેગન', સપ્ટેમ્બરમાં શરૂ થશે શૂટિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ સંજય દત્તની બાયોપિક પછી રણબિર કપૂર 'ડ્રેગન'માં બિઝી થઇ જવાનો છે. અયાન મુખર્જીની આ ફિલ્મ એક્શન બેઝ્ડ હશે. જેમાં વિદેશી સ્ટંટમેનની મદદ લેવામાં આવશે. રણબિર કપૂર તેની સાથે ત્રીજી વાર કામ કરશે. આ પહેલા જોડી ફિલ્મ 'વેક અપ સિદ' અને 'યે જવાની હૈ દિવાની'માં કામ કરી ચૂકી છે.
 
બાયોપિક પછી આ ફિલ્મનું શૂટિંગ કરશે રણબિર
થોડા સમય પહેલા ચર્ચા હતી કે આ ફિલ્મનું બજેટ વધારે હોવાને કારણે તેને આવતા વર્ષ સુધી પોસ્ટપોન કરવામાં આવી છે પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર રણબિર, સંજય દત્તની બાયોપિકનું શૂટિંગ પૂરું કરીને તરત જ 'ડ્રેગન'નું શૂટિંગ શરૂ કરશે. એવી ચર્ચા છે કે 'ડ્રેગન'નું શૂટિંગ આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરની વચ્ચે શરૂ થઇ જશે. 'ડ્રેગન' દ્વારા રણબિર કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર સ્ક્રિન શૅર કરશે.
 
સપ્ટેમ્બરમાં શરૂ થશે શૂટિંગ
આલિયાએ પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે 6 મહિના પછી એટલે કે સપ્ટેમ્બરમાં પોતાની ફિલ્મ 'ડ્રેગન' શરૂ કરશે. આ 6 મહિનામાં તે અન્ય વસ્તુઓની ટ્રેનિંગ લેશે. અયાનની આ ફિલ્મમાં રણબિર અને આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. હાલ રણબિર રાજકુમાર હિરાણીની ફિલ્મમાં બિઝી છે. આ ફિલ્મમાં તે સંજય દત્તના રોલમાં જોવા મળશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો