તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'રાજનીતિ'ની સિક્વલમાં અજય દેવગણ જોવા નહીં મળે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ પાંચ વર્ષ અગાઉ આવેલી રાજનીતિ સીરિઝની આગામી ફિલ્મ લખાઇ રહી છે. એવા સંકેત મળી રહ્યા છે કે આ ફિલ્મમાં અજય દેવગણ નહી હોય. ડિરેક્ટર પ્રકાશ ઝાના કહેવા પ્રમાણે, 2010માં આવેલી આ ફિલ્મ મહાભારતના એક એંગલથી બનાવી હતી. મહાભારતના અનેક એંગલ છે જેના પર અલગ રાજનૈતિક દ્રષ્ટિકોણ ધરાવતી ફિલ્મ બનાવી શકાય છે. મારી છેલ્લી ફિલ્મ આવેલી ત્યારે રાજનીતિક સ્થિતિ અલગ હતી. આજે દેશની રાજકીય સ્થિતિ વધુ રોચક બની ગઇ છે. તો હું આજના સમયગાળાની વાર્તા લખી રહ્યો છું.
અજયના ફિલ્મમાં ના હોવા પર શું કહ્યુ પ્રકાશ ઝાએ
અજય પર બોલતા પ્રકાશ ઝાએ જણાવ્યુ હતું કે, “સિક્વલમાં જૂની વાર્તા પર આગળ વધીશું તો તેમાં અજયની ભૂમિકા નહીં હોય પણ નવી વાર્તા હશે તો તેમાં અજય હશે”. ફિલ્મ ક્યારે શરૂ થશે? તેના પર બોલતા પ્રકાશ ઝાએ કહ્યુ હતું કે “હાલમાં તો અજય પાસે ડેટ્સ નથી. તે પોતાની બે ફિલ્મોમાં વ્યસ્ત છે. આગામી વર્ષે ફ્રિ થશે. ત્યારબાદ અમે તેના પર કોઇ નિર્ણય લઇશું.”
પરંતુ સૂત્રોના કહેવા પ્રમાણે, “અજય પ્રકાશ ઝાની કોઇ ફિલ્મને હા કહી રહ્યો નથી કારણ કે છેલ્લી ફિલ્મો અસફળ રહી હતી. બંન્ને મિત્રો હોવાના કારણે સ્ક્રિપ્ટ સાંભળ્યા વિના જ અજયે રાજનીતિ ફિલ્મ કરી હતી. પ્રકાશે અજયને કહ્યુ હતું કે, રોલ કર્ણનો અને મહત્વનો હશે. પણ ફિલ્મ જ્યારે બનીને આવી તો અજયની ભૂમિકા ચોથા નંબરની હતી.”
‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ની સફળતા બાદ રણબિર કપૂર અને કેટરિના કૈફ તમામ ફૂટેજ લઇ ગયા હતા. બાદમાં નાના પાટેકર મહત્વની ભૂમિકામાં હતા. ત્યારબાદ અર્જુન રામપાલ હતો. આ કારણે અજયે ‘આરક્ષણ’ ફિલ્મ છોડી દીધી હતી. અગાઉ દલિત સ્ટુડન્ટની જે ભૂમિકા સૈફ અલી ખાને નિભાવી હતી તે અજય નિભાવવાનો હતો.
અન્ય સમાચારો પણ છે...