Life in Photos: પત્નીના નિધન પછી એકલા રહેવા લાગ્યા હતાં શશિ કપૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ: અભિનેતા શશિ કપૂરનું 79 વર્ષની વયે લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. તેમના અવસાનથી બોલિવૂડમાં ઘેરા શોકની લાગણી જન્મી છે. શશિ કપૂર છેલ્લાં કેટલાંય સમયથી એકલા રહેતા હતાં. તેમાં પણ પત્નીના નિધન બાદ શશિ કપૂરે જાહેરમાં આવાવનું ઘણું જ ઓછું કરી નાખ્યું હતું. 


દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત
10 મે, રવિવારના રોજ મુંબઇ સ્થિત પૃથ્વી થિયેટરમાં કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી અરૂણ જેટલીએ તેમને એવોર્ડ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 18 માર્ચ, 1938ના રોજ કોલકાતામાં જન્મેલા શશિએ બોલિવૂડમાં કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરકી ફિલ્મ 'આગ' (1948)થી કરી હતી. 60 અને 70ના દાયકામાં શશિ કપૂરે અનેક હિટ ફિલ્મ્સ આપી.
 

1984માં પત્નીના જેનિફરના કેન્સરને લીધે નિધન પછી શશિ એકલા રહેવા લાગ્યા અને તેમની તબિયત પણ લથડી ગઇ. ખરાબ સ્વાસ્થ્યને લીધે શશિ ફિલ્મ્સથી દૂર થઇ ગયા અને તેઓ લાંબા સમયથી વ્હીલચેર પર છે. શશિને 2011માં ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. તેમણે કુલ 160ફિલ્મ (148 હિંદી અને 12 અંગ્રેજી) ફિલ્મ્સમાં કામ કર્યું.


(વાંચો, પરિવારમાં છે કોણ કોણ....)

અન્ય સમાચારો પણ છે...