એક્ટિગમાં હાથ અજમાવશે અદનાન સામી, સામે આવ્યો ફર્સ્ટ લુક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ  બોલિવૂડ સિંગર અદનાન સામી એક્ટિંગમાં હાથ અજમાવવા જઇ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર અદનાન ‘અફઘાન ઇન સર્ચ ઓફ હોમ’માં એક સંગીતકારનો રોલ પ્લે કરશે. અદનાને ફિલ્મમાં પોતાના રોલનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. જેમાં તે ઓ‌ળખાઇ પણ નથી રહ્યા. ફિલ્મનું ડિરેક્શન રાધિકા રાવ અને વિનય સપ્રુ કરી રહ્યા છે.
 
2018માં રીલિઝ થશે ફિલ્મ
2018માં રિલીઝ થનાર ફિલ્મ 'અફઘાન’નું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે. રાધિકા અને વિનયની સાથે અદનાનની મિત્રતા ખુબ જૂની છે. ત્રણેય સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘લકી...નો ટાઇમ ફોર લવ’માં સાથે કામ કરી ચૂક્યા છે. ફિલ્મની વાર્તા એક એવા વ્યક્તિની આજુબાજુ ફરે છે, જે સંગીતકાર છે અને એક યાત્રા પર નિકળ્યા હોય છે. ‘અફઘાન’માં ડ્રામા, ઇમોશન અને સંગીત જોવા મળશે. અદનાને ફિલ્મને લઇને કહ્યું કે તે ખુબ ખુશ છે, કેમ કે એક એક્ટર તરીકે તેમની પ્રથમ ફિલ્મ છે. આ ઉપરાંત તેમણે પણ કહ્યું કે તેઓ સિંગિંગ પણ ચાલું રાખશે.
અન્ય સમાચારો પણ છે...