જીતેન્દ્રના કઝિન અને આ એક્ટ્રેસના પતિએ ટેરેસ પરથી કુદી કરી આત્મહત્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ફિલ્મ એક્ટર જીતેન્દ્રના કઝિન અને \'સુર્યવંશમ\'માં અમિતાભની પત્ની અને માનો રોલ કરનારી એક્ટ્રેસ જયા સુધાના 58 વર્ષીય પતિ નિતિન કપૂરે આત્મહત્યા કરી લીધી છે. તેમણે આજે 1 વાગીને 45 મિનિટે વર્સોવામાં બિલ્ડીંગના છઠ્ઠા માળેથી કુદીને મોતને વ્હાલું કર્યું હતું. કોકીલા બહેન હોસ્પિટલમાં ચાલતી હતી માનસિક સારવાર
 
તેમની બહેનના ઘરે રહેતા નિતિન કપૂરે છઠ્ઠામાળની ટેરેસના દરવાજાનો લોક તોડી મોતની છલાંગ લગાવી હતી. તેમજ કોઈ સુસાઈડ નોટ પણ મળી આવી નથી. ડિસીપી અશોક દુધેએ જણાવ્યું કે, તેઓ છેલ્લા 18 વર્ષથી બેરોજગાર હતા અને ડિપ્રેશનમાં હતા. મૃતકની છેલ્લા એક મહિનાથી કોકીલા બહેન હોસ્પિટલમાં માનસિક સારવાર ચાલી રહી હતી. તેઓ જીતેન્દ્રના ફર્સ્ટ કઝિન તથા એક્ટ્રેસ અને રાજનેતા જયાસુધાના પતિ હતા. જયાસુધા અને નિતિને વર્ષ 1985માં લગ્ન કર્યા હતા. તેમને શ્રેયાન અને નિહાર નામના બે દીકરાઓ છે. આ કેસમાં કોઈપણ બાબત શંકાસ્પદ લાગતી નથી.
 
ફેમિલી રહે છે હૈદરાબાદમાં
હાલ તેમનું ફેમિલી હૈદરાબાદમાં રહે છે અને તેમને આ અંગે જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યો છે.
 
ફિલ્મ કરિયર
ઉલ્લેખનીય છે કે, નિતિન કપૂરે 1984માં રીલિઝ થયેલી રાજેશ ખન્ના અને રીના રોય સ્ટારર \'આશા જ્યોતિ\'ના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તેમણે અત્યાર સુધીમાં ફિલ્મ નિર્માતા તરીકે \'હેન્ડ્સ અપ\'(2000), જીતેન્દ્ર અને રેખા સ્ટારર \'મેરા પતિ સિર્ફ મેરા હૈ\'(1990)નું નિર્માણ કર્યું છે.
આગળની સ્લાઈડ્સમાં મૃતક  નિતિન કપૂરના વધુ ફોટોઝ
 
અન્ય સમાચારો પણ છે...