તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઐશ્વર્યા રાયના પિતાનું નિધન, લીલાવતીમાં એક માસથી ચાલતી હતી સારવાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયના પિતાનું અવસાન થઈ ગયું છે. તેના પિતા કૃષ્ણરાજ રાયની છેલ્લા એક મહિનાથી લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓને છેલ્લે લગભગ એક સપ્તાહથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. શનિવારે રાત્રે પવન હંષમાં તેમની અંતિમ વિધી કરાઇ હતી.
 
અંતિમ વિધિમાં કોણ કોણ રહ્યું હાજર ?
  શાહરૂખ ખાન, આદિત્ય રાય, અનિલ અંબાણી, સિમ્મી ગરેવાલ, સંજય લીલા ભણસાલી, આશુતોષ ગોવારેકર તેની પત્ની સુનિતા સાથે, કુનાલ કપૂર, જે.પી દત્ત, મનીષ મનહોત્રા, પુનિત મનહોત્રા સહિતની હસ્તીઓ અંતિમ વિધિમાં ઉપસ્થિત રહી હતી.
કેન્સરથી પીડાતા હતા કૃષ્ણરાજ રાય

અંગ્રેજી દૈનિક ડીએનએના અહેવાલ મુજબ, ઐશ્વર્યા રાયના પિતાને લિમ્ફોમા કેન્સર હતું. જે તેના મગજસુધી પહોંચી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, તેમને રિકરન્સ કેન્સર હતું(જ્યાંથી શરૂઆત થઈ હોય ત્યાંથી ફરીથી થઈ શકે છે).
 
એશ સતત પૂછતી રહેતી પિતાના ખબર
ઐશ્વર્યા છેલ્લે 10 માર્ચની રાત્રે પણ લીલાવતી બહાર જોવા મળી હતી અને તેના ચહેરા પર ચિંતા હતી. આ સમયે તેની સાથે પતિ અભિષેક બચ્ચન પણ હતો. આ મુશ્કેલ ઘડીમાં તે સતત પત્નીની પડખે હતો.
 
અમિતાભે પૂછ્યા હતા ખબર
અમિતાભ બચ્ચન પણ વેવાઈની ખબર કાઢવા લીલાવતી હોસ્પિટલ ગયા હતાં. મેકઅપ આર્ટીસ્ટ મિકી કોન્ટ્રાક્ટર પણ હોસ્પિટલ બહાર જોવા મળ્યો હતો. એશ તેને ભેટી ત્યારે એક્ટ્રેસની આંખો ભીની થઈ ગઈ હતી.
 
કોણ હતા કૃષ્ણરાજ રાય
મૂળ મેંગ્લોરના રહેવાસી કૃષ્ણરાજ રાય મરીન બાયોલોજીસ્ટ હતા. તેમની પત્ની બ્રિન્દયા રાય રાઈટર છે. તેમને ઐશ્વર્યા અને આદિત્ય રાય નામના બે સંતાન હતા. જેમાં ઐશ્વર્યા બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ વર્લ્ડ રહી ચૂકી છે. જ્યારે તેનો ભાઈ આદિત્ય મર્ચન્ટ નેવીમાં એન્જિનયર છે. એશના ભાઈ આદિત્યએ મોડલ શ્રીમા રાય સાથે લગ્ન કર્યા છે. તેઓ હાલ એક દીકરાના પેરેન્ટ્સ પણ બની ચૂક્યા છે.
 
આગળની સ્લાઈડ્સમાં લીલાવતીમાં સતત પિતાના ખબર પૂછવા આવતી રહેલી એશ અને અભિષેક તથા બિગ બીના ફોટોઝ
 
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો