• Gujarati News
  • Singer Sonu Nigam’s Mobile Phone Stolen From His House

પાર્ટી બાદ ઘરમાંથી ચોરાયો સોનુ નિગમનો મોબાઈલ ફોન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ:બોલિવૂડ ગાયક સોનુ નિગમનો મોબાઈલ ચોરી થઈ ગયો છે.આ ચોરી તેના ઘરમાંથી જ થઈ છે.સોનુએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ નોંધાવી છે.
સુત્રો મુજબ,'વર્સોવા લિંક રોડ પર સોનુ નિગમનો બંગલો નમ: છે,25મેના રોજ તેમણે ઘરે એક પાર્ટી આયોજીત કરી હતી.જેમાં તેના ખાસ મિત્રો સામેલ થયા હતાં.પાર્ટી બાદ સોનુને લાગ્યું કે તેનો મોબાઈલ ફોન(26 હજાર)ગાયબ છે.તેમણે વિચાર્યું કે, તે ફોન ક્યાંક રાખીને ભુલી ગયો છે.પરંતુ તેના ઘરમાં શોધ્યા બાદ પણ ન મળ્યો ત્યારે તેને ચોરીની શંકા થઈ.ત્યાર બાદ વર્સોવા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને અજ્ઞાત વ્યક્તિ સામે ફરિયાદ કરી છે'.