તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમલ હસનની નાની દીકરીનો Drama, ઈન્ટરવ્યુ દરમિયાન ઉતાર્યો ગુસ્સો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ અમિતાભ બચ્ચન અને ધનુષ સ્ટારર ફિલ્મ 'શમિતાભ'માં જોવા મળેલી કમલ હસનની નાની દીકરી અક્ષરાની આગામી ફિલ્મ 'લાલી કી શાદી મેં લડ્ડુ દીવાના' છે. ફિલ્મ પ્રમોશન માટે અંધેરી સ્થિત રાહેજા ક્લાસિકમાં ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યો હતો. જોકે મિસ મેનેજને કારણે આ ઈન્ટરવ્યુ નિયત સમયથી વધુ મોડા સુધી ચાલ્યો, જેને કારણે અક્ષરા ભડકી ઉઠી. જાણો ગુસ્સામાં લાલચોળ થયેલી અક્ષરાએ શું કહ્યું
 
બોલિવૂડના સીનિયર ડિસ્ટ્રીબ્યુટર્સમાંના એક સન્ની ખન્નાએ અક્ષરાનો ઈન્ટરવ્યુ સાંજ 6 વાગ્યા સુધી પુરો કરવાની વાત કરી હતી. જોકે 6 વાગી ગયા બાદ પણ એક જર્નલિસ્ટ અક્ષરા સાથે વાત કરવાની રાહ જોઈને બેઠો હતો. જેના પર અક્ષરાએ સવાલ-જવાબની સ્પષ્ટ મનાઈ કરી દીધી. અક્ષરાએ કહ્યું- આ વાત બિલકુલ ખોટી છે. ત્યાર બાદ તે ડિસ્ટ્રીબ્યુટર ખન્ના પર ગુસ્સે થઈ હતી. ઝઘડો વધતો જોઈને પત્રકારે અક્ષરાને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે કોઈનું સાંભળવા તૈયાર નહોતી.
 
જર્નલિસ્ટ દખલ કર્યા બાદ ભડકી અક્ષરા

જર્નલિસ્ટે દખલગીરી કર્યા બાદ અક્ષરા વધુ ભડકી ઉઠી હતી. તેણે કહ્યું-જ્યારે હું તેની સાથે વાત કરી રહી છું તો તમારે વચ્ચે બોલવાની શું જરૂર છે. આમ પણ હું તેની(મિસ્ટર ખન્ના) સાથે વાત કરી રહી છું, તમારી સાથે નહીં.
 
થોડીવાર માટે થઈ શાંત

આ ઘટના બાદ અક્ષરા શાંત થઈને બેસી ગઈ. જોકે જર્નલિસ્ટ સમજી ચૂક્યો હતો કે, હવે ઈન્ટરવ્યુનો કોઈ અર્થ નથી. ત્યાર બાદ અક્ષરા બીજા એક્ટર્સની જેમ નોર્મલ હોવાનો પ્રયાસ કરવા લાગી. જોકે ત્યાર બાદનો ઈન્ટરવ્યુ પણ જલ્દી જ પુરો કરવામાં આવ્યો.
 
વિવાન બોલ્યો-આજે અક્ષરાનો ખરાબ દિવસ હતો

આ ઘટના બાદ ખન્નાએ ફિલ્મમાં અક્ષરાનો કો-સ્ટાર અને નસીરુદ્દીન શાહના દીકરા વિવાને કહ્યું-આવું પણ કોઈ વર્તન કરે છે?તેના પર વિવાને ડિપ્લોમેટિક જવાબ આપતા કહ્યું-મને લાગે છે, કે આજે અક્ષરાનો ખરાબ દિવસ હતો.
 
આગળની સ્લાઈડ્સમાં અક્ષરા હસનના વધુ ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો