અજય દેવગન બાબા રામદેવ પર ટીવી સિરિયલ નહીં બાયોપિક બનાવશે !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ અજયની ‘બાદશાહો’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મ જલદી રિલીઝ થશે. અજય દ્વારા ‘બેટલ ઓફ સારાગાઢી’ પર પણ ફિલ્મ બનવવાની ચર્ચા હતી. વાત આગળ વધી શકી નથી. હાલ, અજય પાસે બાબા રામદેવની બાયોપિકનો એક પ્રોજેક્ટ છે.
 
અજય દેવગન કરશે બાબા રામદેવનો રોલ
-થોડાક સમયથી ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા હતી કે અજય દેવગન, બાબા રામદેવના જીવન પર એક ટીવી સિરિયલ બનાવશે. જેમાં બાબા રામદેવના રોલ માટે ‘ડેથ ઇન ગંજ’ ફેમ ફેક્ટર વિક્રાંત મેસીનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. એક રિપોર્ટ અનુસાર વિક્રાંતની સાથે વાતચીત શક્ય ના બની, એટલા માટે અજય દેવગને પોતે બાબા રામદેવનો રોલ પ્લે કરવાનો નિર્ણય કર્યો છે.
-અજય દેવગન બાબા રામદેવના જીવન પર બાયોપિક બનાવવા જઇ રહ્યો છે. અજય દ્વારા બાબાનો રોલ પ્લે કરવાના નિર્ણય બાદ બાયોપિકને મોટા પાયે બનાવવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. ફિલ્મમાં બાબા રામદેવની અત્યાર સુધીની સફરને દેખાડવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...