7 કરોડના સેટ પર શૂટ થશે ‘કેદારનાથ’નું સેકન્ડ શેડ્યૂલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ : સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન પોતાની અપકમિંગ ફિલ્મ કેદારનાથનું પહેલુ શેડ્યૂલ પૂરું થઈ ગયું છે. થોડા સમય પહેલા જ ટીમે પોતાનું સેકેન્ડ શેડ્યૂલનું શૂટિંગ શરૂ કરશે. સૂત્રોનું માનીએ તો મુંબઈ ફિલ્મ સિટીમાં ફિલ્મનો એક ભવ્ય સેટ તૈયાર થઈ ગયો છે, જ્યાં કેદરાનાથનું રેપ્લિકા બનાવવામાં આવ્યું છે. કેમ કે આ ફિલ્મમાં ઉત્તરાખંડમાં આવેલા પૂર દરમિયાન એક પ્રેમ દર્શાવવામાં આવશે, માટે ફિલ્મ મેકર આ સેટ પર પૂરનું  દર્શ્ય ફિલ્માવશે. તે માટે ખૂબ જ મોટો વોટર ટેન્ક્સની સુવિધા કરવામાં આવશે. આ ફિલ્મને પ્રેરણા અરોરો અને અભિષેક કપૂર પ્રોડ્યૂસ કરી રહ્યાં છે અને તે પોતાના વિઝનની સાથે કોમ્પ્રોમાઈઝ નથી કરવા માંગતા. સેટનો ખર્ચ 7 કરોડ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મના મેકર્સે આ સેટ એટલા માટે બનાવ્યો છે, કારણ કે કેદારનાથમાં પૂરના સિન ફિલ્મવવા સંભવ નહોતા.

અન્ય સમાચારો પણ છે...