તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમિરની પત્નીના ઘરે ચોરી, કિરણની 53 લાખની જ્વેલરી લઈ ગયા ચોર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ આમિર ખાનના ખાર સ્થિત એપાર્ટમેન્ટમાં ચોરી થઈ ગઈ છે. સૂત્રો મુજબ, ચોરોએ આમિરની પત્ની કિરણ રાવની કિંમતી જ્વેલરી પર હાથ સાફ કર્યો છે. ચોર તેના ઘરેથી મોંઘા ડાયમંડ નેકલેસ સહિત લગભગ 53 લાખની જ્વેલરી ચોરી ગયા છે. ત્યાર બાદ કિરણ રાવે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ, કિરણને ગત સપ્તાહે જ જાણ થઈ છે કે, તેની હિરાની વીંટી અને નેકલેસ ગાયબ છે. પોલીસે આ કેસ ધારા 453 હેઠળ નોંધી તપાસ શરૂ કરી છે. નોકરાણીઓની પૂછપરછ કરી રહી છે પોલિસ
હાલ પોલિસ છેલ્લા પાંચ દિવસથી આમિરના ઘરની કુક ફરઝાના, કિરણની આસિસ્ટન્ટ સુઝાના અને એક અન્ય નોકરાણી ઝુમકીને મુખ્ય શકમંદ માનીની તેની સતત પૂછપરછ કરી રહી છે. પોલિસ દરરોજ તેને સવારથી પૂછપરછ માટે લઈ જઈ રહી છે અને દિવસભરની પૂછપરછ બાદ સાંજે છોડે છે. આ સિવાય પોલિસ આ ત્રણેય શકમંદોના ઘરમાં પણ શોધખોળ કરી રહી છે. જોકે પોલિસને હજુ સુધી ચોરી થયેલો સામાન મળ્યો નથી. ઉલ્લેખનીય છે કે, હાલ આમિર ખાન આગામી ફિલ્મ 'દંગલ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
આગળની સ્લાઈડ્સમાં આમિર ખાન અને કિરણ રાવની વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...