Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » Aamir Khan Produced 9 Films In His Production House

9 ફિલ્મ્સ પ્રોડ્યૂસ કરી ચૂક્યો છે આમિર, હવે લઈને આવી રહ્યો છે ‘સિક્રેટ સુપરસ્ટાર’

Divyabhaskar.com | Updated - Oct 11, 2017, 01:29 PM

એક્ટર-પ્રોડ્યૂસર આમિર ખાનની અપકમિંગ ફિલ્મ ‘સીક્રેટ સુપરસ્ટાર’ દિવાળી પર રીલિઝ થવા જઈ રહી છે.

  • Aamir Khan Produced 9 Films In His Production House
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    આમિર ખાન
    મુંબઈ : એક્ટર-પ્રોડ્યૂસર આમિર ખાનની અપકમિંગ ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ દિવાળી પર રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવે પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મમાં આમિર કેમિયો પણ કરી રહ્યો છે. આ ફિલ્મને અદ્વૈત ચંદને ડિરેક્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ આમિર ખાન પ્રોડક્શન્સ, જી સ્ટૂડિયોઝ અને આકાશ ચાવલાના બેનર હેઠળ બની છે. ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે આમિર...

    ‘સિક્રેટ સુપરસ્ટાર’ને લઈને આમિર ખૂબ જ એક્સાઈટેડ છે, કેમ કે જે દિવસે તે ઈન્ડિયામાં રીલિઝ થશે, તેના બીજા દિવસે તે તુર્કીમાં પણ રીલિઝ થશે. ત્યારે થોડા સમય પહેલા જ આમિર પોતાની ફિલ્મના પ્રમોશન માટે તુર્કી પણ ગયો હતો. તુર્કી ઉપરાંત આ ફિલ્મ યૂકે, યૂએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, સિંગાપોર, યૂએઈ અને પાકિસ્તાનમાં પણ રીલિઝ થશે. આ ફિલ્મમાં જાયરા વસીમ મહત્વના રોલમાં છે, જે આ ફિલ્મમાં એક ટીનએજ છોકરીનો રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મમાં તે એક સિંગર બનવાનું સપનું જોવે છે અને તેને પુરુ કરવાની કોશિશ કરે છે.

    આગળ વાંચો, આમિર અને તેના પ્રોડક્શન હાઉસ સાથે જોડાયલી કેટલીક મહત્વની વાતો...
  • Aamir Khan Produced 9 Films In His Production House
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આમિર ખાન
    ઉલ્લેખનીય છે કે જાયરા વસિમ આ પહેલા આમિરની ફિલ્મ ‘દંગલ’માં જોવા મળી હતી. મિ. પરફેક્શનિસ્ટ માત્ર પોતાની એક્ટિંગ માટે નથી ઓળખાતો પરંતુ પોતાના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ્સના કારણે પણ ઓળખાય છે. માટે તેના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘દગંલ’ પણ સુપરહિટ રહી હતી. ઈન્ડિયા જ નહીં, આ ફિલ્મને ચીનમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ચીનના બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 1000 કરોડથી પણ વધુ બિઝનેસ કર્યો હતો, જે એક મોટી સફળતા સમાન છે.
  • Aamir Khan Produced 9 Films In His Production House
    આમિર ખાન
    1999માં આમિરે આમિર ખાન પ્રોડક્શન્સ બનાવ્યું  હતું અને વર્ષ 2001માં પહેલી ફિલ્મ ‘લગાન’ પ્રોડ્યૂસ કરી હતી. જે સુપરહિટ રહી હતી. અત્યાર સુધી આમિરે 9 ફિલ્મ્સ બનાવી ચૂક્યો છે. આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ આમિરે ‘લગાન’ ઉપરાંત ‘તારે જમીન પર’, ‘જાને તૂ યા જાને ના’, ‘પિપલી લાઈવ’, ‘દેલ્હી બેલ્લી’, ‘તલાશ’, ‘ધોબી ઘાટ’, અને ‘દંગલ’ બનાવી ચૂક્યો છે અને હવે ‘સિક્રેટ સુપરસ્ટાર’ આવશે. આમિરની દરેક ફિલ્મ એક ડિફરન્ટ કોન્સેપ્ટ પર બેસ્ડ હોય છે. આમિર હમેશા એવી સ્ટોરી લઈને આવે છે જેમાં ઓડિયન્સ કનેક્ટ થઈ શકે.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending