શું આ છે કરણ જોહરના જુડવા બાળકો? ઈન્ટરનેટ પર વાયરલ થયો PHOTO

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃતાજેતરમાં 44 વર્ષનો કરણ જોહર સરોગસી દ્વારા ટ્વિન્સનો સિંગલ ફાધર બન્યો છે. આ બાળકોમાં એક છોકરી અને એક છોકરો છે. શુક્રવાર(10 માર્ચ)ની સવારે ન્યૂ બોર્ન બેબીઝનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં જોવા મળતા ટ્વિન્સને કરણનો દીકરો યશ અને દીકરી રૂહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ફોટોને હોસ્પિટલમાંથી વાયરલ થયેલો બાળકોનો પહેલો ફોટો ગણાવવામાં આવી રહ્યો છે. જોકે આ ફોટો રિયલ છે કે, ફેક તેના અંગે કરણનું કોઈ રિએક્શન આવ્યું નથી. વાયરલ થયો હતો કરીનાના દીકરાનો ફોટો
 
કરણની જેમ જ કરીનાના દીકરા તૈમુર અલી ખાનનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તૈમુર મા કરીના સાથે જોવા મળી રહ્યો હતો. શરૂઆતમાં આ ફોટોને ફેક માનવામાં આવી રહ્યો હતો, જોકે બાદમાં કરીનાએ પોતાના સોશિયલ હેન્ડલ પર આ વાત કન્ફર્મ કરી હતી કે, આ તેના દીકરા તૈમુરનો રિયલ ફોટો છે.
 
7 ફેબ્રુઆરીએ થયો કરણના ટ્વિન્સનો જન્મ
- કરણના બાળકોનો જન્મ 7 ફેબ્રુઆરીના રોજ અંધેરીની મસરાની હોસ્પિટલમાં થયો હતો. નોંધનીય છે કે, શાહરૂખના દીકરા અબરામનો જન્મ પણ આ જ હોસ્પિટલમાં થયો હતો. અબરામનો જન્મ જુન 2013માં થયો હતો.
- કરણે એક સ્ટેટમેન્ટ રીલિઝ કરી કહ્યું હતું- "હું મારા જીવનમાં બે ખૂબ જ ખૂબસૂરત મહેમાનોના આગમનની વાત શરે કરી આનંદ અનુભવું છું. રૂહી અને યશ મારા બાળકો અને લાઈફ છે"
- "હું આ બાળકોનો પિતા બની ખૂબ જ ખુશી અનભવી રહ્યો છું અને હું મેડિકલ સાયન્સના ચમત્કારની મદદથી દિલથી આ દુનિયામાં તેનું સ્વાગત કરું છું. મેં પિતા બનવાનો નિર્ણય કરતા પહેલા પોતાની જાતને માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે તૈયાર કરી હતી. હું કહેવા માગું છું કે, મારા બાળકો જ મારી દુનિયા અને પ્રાથમિકતા છે."
 
આગળની સ્લાઈડ્સમાં જાણો આ પહેલા કરણે વ્યક્ત કરેલી પિતા બનવાની ઈચ્છા અને આ માટે તેને કોને સલાહ આપી હતી તે અંગે
 
અન્ય સમાચારો પણ છે...