તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ભારત' છોડીને પ્રિયંકાએ સલમાન ખાનને આપ્યો હતો આંચકો, તેવા જ આઘાત આપી ચૂક્યા છે રેખા-ઐશ્વર્યા સહિતના સેલેબ્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ સલમાન ખાનની ફિલ્મ 'ભારત' શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ છોડી દીધી છે. પ્રિયંકાનાં આ નિર્ણયથી ચાહકોને આંચકો લાગ્યો છે. છેલ્લાં ઘણાં સમયથી ચાહકો સલમાન-પ્રિયંકાને સાથે જોવા માંગતા હતાં. આટલું જ નહીં સલમાન ખાને સોશ્યિલ મીડિયામાં જાહેરાત કરી હતી કે તેની 'ભારત' ફિલ્મમાં પ્રિયંકા ચોપરા જોવા મળશે. જોકે, માત્ર પ્રિયંકા ચોપરા જ નહીં બોલિવૂડના એવા ઘણાં સ્ટાર્સ છે, જેમણે અધવચ્ચેથી ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. આમાં ઐશ્વર્યા રાય, રેખા, અભિષેક બચ્ચન સહિતના સ્ટાર્સનો સમાવેશ થાય છે. 

 

અલી અબ્બાસે કરી હતી જાહેરાતઃ
હવે, પ્રિયંકા 'ભારત'માં નથી અને આ વાતની માહિતી ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે કરી હતી. તેમની ટ્વિટ પ્રમાણે, પ્રિયંકાએ વિદેશી પ્રેમી નિક જોનાસને કારણે આ ફિલ્મ છોડી છે. જોકે, પછી ન્યૂઝ આવ્યા હતાં કે પ્રિયંકાએ હોલિવૂડ ફિલ્મ 'કાઉબોય નિંજા વાઈકિંગ' માટે સલમાન ખાનની 'ભારત' છોડી હતી. આ ફિલ્મ 2019માં રીલિઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મને હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. નવી ડેટ જાહેર કરવામાં આવી નથી. 

 

પ્રિયંકાને સ્થાને આવી કેટરિનાઃ
હાલમાં જ સલમાને પણ 'લવરાત્રિ'ના ટ્રેલર લોન્ચિંગ સમયે કહ્યું હતું કે પ્રિયંકાએ 'ભારત' છોડતા તેને કોઈ જ પ્રોબ્લેમ નથી. જોકે, ફિલ્મની તૈયારી પ્રિયંકાને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી હતી. સલમાને કહ્યું હતું કે પ્રિયંકા હોલિવૂડમાં ભારતનું નામ રોશન કરશે. નવાઇની વાત એ પણ છે કે 'ભારત' જેવી મેગા બજેટ ફિલ્મને છોડવાનો દમ રાખનારી પ્રિયંકાએ નાના બજેટની ફિલ્મ 'સ્કાય ઇઝ પિંક'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. જેમાં ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 'ભારત'માં પ્રિયંકાની જગ્યા પર કેટરીના કૈફને સાઇન કરવામાં આવી છે અને પહેલું શેડ્યૂલ મુંબઇમાં પુરુ થઇ ચૂક્યું છે. હવે ફિલ્મનું શૂટિંગ માલ્ટામાં શરૂ થયું છે.