'ભારત' છોડીને પ્રિયંકાએ સલમાન ખાનને આપ્યો હતો આંચકો, તેવા જ આઘાત આપી ચૂક્યા છે રેખા-ઐશ્વર્યા સહિતના સેલેબ્સ

સલમાન ખાને સોશ્યિલ મીડિયામાં જાહેરાત કરી હતી કે તેની 'ભારત' ફિલ્મમાં પ્રિયંકા ચોપરા જોવા મળશે

divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:42 PM
priyanka left salman khan upcoming movies bharat

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ સલમાન ખાનની ફિલ્મ 'ભારત' શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ છોડી દીધી છે. પ્રિયંકાનાં આ નિર્ણયથી ચાહકોને આંચકો લાગ્યો છે. છેલ્લાં ઘણાં સમયથી ચાહકો સલમાન-પ્રિયંકાને સાથે જોવા માંગતા હતાં. આટલું જ નહીં સલમાન ખાને સોશ્યિલ મીડિયામાં જાહેરાત કરી હતી કે તેની 'ભારત' ફિલ્મમાં પ્રિયંકા ચોપરા જોવા મળશે. જોકે, માત્ર પ્રિયંકા ચોપરા જ નહીં બોલિવૂડના એવા ઘણાં સ્ટાર્સ છે, જેમણે અધવચ્ચેથી ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. આમાં ઐશ્વર્યા રાય, રેખા, અભિષેક બચ્ચન સહિતના સ્ટાર્સનો સમાવેશ થાય છે.

અલી અબ્બાસે કરી હતી જાહેરાતઃ
હવે, પ્રિયંકા 'ભારત'માં નથી અને આ વાતની માહિતી ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે કરી હતી. તેમની ટ્વિટ પ્રમાણે, પ્રિયંકાએ વિદેશી પ્રેમી નિક જોનાસને કારણે આ ફિલ્મ છોડી છે. જોકે, પછી ન્યૂઝ આવ્યા હતાં કે પ્રિયંકાએ હોલિવૂડ ફિલ્મ 'કાઉબોય નિંજા વાઈકિંગ' માટે સલમાન ખાનની 'ભારત' છોડી હતી. આ ફિલ્મ 2019માં રીલિઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મને હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. નવી ડેટ જાહેર કરવામાં આવી નથી.

પ્રિયંકાને સ્થાને આવી કેટરિનાઃ
હાલમાં જ સલમાને પણ 'લવરાત્રિ'ના ટ્રેલર લોન્ચિંગ સમયે કહ્યું હતું કે પ્રિયંકાએ 'ભારત' છોડતા તેને કોઈ જ પ્રોબ્લેમ નથી. જોકે, ફિલ્મની તૈયારી પ્રિયંકાને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી હતી. સલમાને કહ્યું હતું કે પ્રિયંકા હોલિવૂડમાં ભારતનું નામ રોશન કરશે. નવાઇની વાત એ પણ છે કે 'ભારત' જેવી મેગા બજેટ ફિલ્મને છોડવાનો દમ રાખનારી પ્રિયંકાએ નાના બજેટની ફિલ્મ 'સ્કાય ઇઝ પિંક'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. જેમાં ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 'ભારત'માં પ્રિયંકાની જગ્યા પર કેટરીના કૈફને સાઇન કરવામાં આવી છે અને પહેલું શેડ્યૂલ મુંબઇમાં પુરુ થઇ ચૂક્યું છે. હવે ફિલ્મનું શૂટિંગ માલ્ટામાં શરૂ થયું છે.

priyanka left salman khan upcoming movies bharat

ચિંત્રાગદા સિંહ:
નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'બાબૂમોશાય બંદૂકબાજ'માં ચિત્રાંગદા સિંહને લીડ રોલ માટે કાસ્ટ કરવામાં આવી હતી. ફિલ્મના કેટલાંક ભાગ શૂટ થયા બાદ ચિત્રાંગદાએ ફિલ્મ છોડી દીધી હતી. તેને લઇને તેના ડિરેક્ટર કૃષાણ નંદી સાથેના સંબંધો પણ બગડ્યા હતાં. ચિત્રાંગદાનો આરોપ હતો કે ડિરેક્ટરે તેના અને નવાઝ સાથે બોલ્ડ સીન્સ શૂટ કરવાની કોશિશ કરી રહ્યાં હતાં, જેના માટે તે તૈયાર નહોતી. ત્યારબાદ બિદિતા બાગને લઇને ફિલ્મ પૂરી કરવામાં આવી હતી.

priyanka left salman khan upcoming movies bharat

ઐશ્વર્યા રાય બચ્ચન:
કંઇક આવી જ ઘટના ઐશ્વર્યા રાય બચ્ચન અને ડિરેક્ટર મધુર ભંડારકર વચ્ચે ઘટી હતી. થોડા વર્ષો પહેલા મધુરે એશ સાથે 'હિરોઇન' ફિલ્મની જાહેરાત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કરી હતી. શૂટિંગ શરૂ પણ થઈ ગયું હતું પરંતુ અધવચ્ચે જ એશે તે ફિલ્મ છોડી દીધી. ઐશ્વર્યાએ પ્રેગ્નન્સીને કારણે આ ફિલ્મ છોડી હતી. જેને કારણે મધુરને આંચકો લાગ્યો હતો. ઐશ્વર્યાએ મધુરને પોતાની પ્રેગ્નન્સીને લઈ કંઈ જ જણાવ્યું નહીં. ઐશ્વર્યાના સ્થાને કરિના કપૂર આવી હતી. જોકે, ફિલ્મ ફ્લોપ રહી હતી. ઐશ્વર્યાના પ્રકરણ બાદ અભિનેત્રીઓ સાથે નો પ્રેગ્નન્સસી ક્લોઝ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવાની ડીલ થવા લાગી હતી. 

priyanka left salman khan upcoming movies bharat

રેખા:
વેટરન એક્ટર રેખાએ ડિરેક્ટર અભિષેક કપૂર સાથે જે કર્યું એ એક અલગ જ ઘટના છે. અભિષેકે રેખા, કેટરીના અને આદિત્ય રોય કપૂરને લઇને ફિલ્મ 'ફિતૂર' શરૂ કરી હતી. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું. જોકે, પછી રેખાએ અભિષેકને વિનંતી કરી હતી કે તે ફિલ્મમાંથી તેના હિસ્સાના તમામ સીન્સ હટાવી દે. આ વાત સાંભળીને અભિષેકને ઘેરો આઘાત લાગ્યો હતો. ત્યારબાદ અભિષેકે રેખાના સ્થાને તબ્બૂને લઈ ફિલ્મનું રી-શૂટ કર્યું હતું. જેને કારણે ફિલ્મનું બજેટ પણ વધી ગયું હતું. જોકે, 'ફિતૂર' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. 

priyanka left salman khan upcoming movies bharat

અભિષેક બચ્ચન:
જેપી દત્તાની 'પલટન' બનીને રીલિઝ માટે તૈયાર છે. ફિલ્મનું પ્રમોશન પણ શરૂ થઇ ચુક્યું છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મની જાહેરાત દત્તાએ અભિષેક બચ્ચન સાથે કરી હતી, જેમણે 'રેફ્યૂજી'થી અભિષેકને બોલિવૂડમાં લોન્ચ કર્યો હતો પરંતુ ફિલ્મનું શૂટિંગ શરૂ થયા પહેલા અભિષેકે 'પલટન' ફિલ્મમાંથી પલટી મારી લીધી હતી. જેના કારણે ફિલ્મમાં હર્ષવર્ધન રાણેને ફિલ્મમાં લેવાની જાહેરાત કરવામાં આવી. ફિલ્મમાં જેકી શ્રોફ, અર્જુન રામપાલ, સોનુ સૂદ, ગુરમીત ચૌધરી, સિદ્ધાંત કપૂર સહિતના અભિનેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારે અભિષેક અનુરાગ કશ્યપની ફિલ્મ 'મનમર્જિયા'થી બોલિવૂડમાં ફરી કમબેક કરરશે. 

X
priyanka left salman khan upcoming movies bharat
priyanka left salman khan upcoming movies bharat
priyanka left salman khan upcoming movies bharat
priyanka left salman khan upcoming movies bharat
priyanka left salman khan upcoming movies bharat
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App