બીમારી / શબાના આઝમીને સ્વાઇન ફ્લૂ થયો, રૂટિન ચેકઅપમાં બીમારી અંગે ખબર પડી

divyabhaskar.com | Updated - Feb 13, 2019, 02:13 PM
shabana Azmi is suffering from swine flu hospitalized in Mumbai says agency report

  • શબાનાએ પોતે જણાવ્યું, હું હોસ્પિટલમાં દાખલ છું, હેલ્થમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે
  • આ વર્ષે 10 ફેબ્રુઆરી સુધી દેશમાં 9,367 લોકોને સ્વાઇન ફ્લૂ થયાની ખાતરી થઇ, 312ના મોત 
     


મુંબઈ: શબાના આઝમીને સ્વાઇન ફ્લૂ થઇ ગયો છે. શરદી-ઉધરસની ફરિયાદના લીધે તે રૂટિન મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થઇ હતી, ત્યારે ખબર પડી કે તેમને ચેપી રોગ થયો છે. જોકે, તેમની હેલ્થમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે.

શબાનાએ કહ્યું - આ મારા માટે બ્રેક જેવું
શબાનાએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, મને ઘણી મુશ્કેલીથી પોતાને સમજવાનો ચાન્સ મળે છે માટે આ તો મારા માટે બ્રેક જેવું છે. હું હોસ્પિટલમાં દાખલ છું, હેલ્થમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે.

9000થી વધુ દર્દી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર આ વર્ષે 10 ફેબ્રુઆરી સુધી દેશભરમાં 9,367 લોકોને સ્વાઇન ફ્લૂ થયાની ખાતરી છે. તેમાંથી 312 લોકોના મોત થઇ ચુક્યા છે. સૌથી વધુ દર્દીઓ રાજસ્થાનમાં છે.

X
shabana Azmi is suffering from swine flu hospitalized in Mumbai says agency report
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App