જ્યારે અર્જુન કપૂરની નાનીએ પ્રેગ્નન્ટ શ્રીદેવીના પેટમાં લાત મારવાના કર્યો'તો પ્રયાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું 24મીએ રાતે દુબઈમાં નિધન થઇ ગયું. 54 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકથી તેનું નિધન થઇ ગયું છે. જે વખતે તેમણે અંતિમ શ્વાસ લીધો, તે તેના ભાણા મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા દુબઈ પહોંચી હતી. શ્રીદેવી બોનીની લાઇફમાં બીજી સ્ત્રી બનીને આવી હતી. આ માટે તેણે પહેલી પત્ની મોનાને ડિવોર્સ આપ્યા હતાં. મોનાએ પોતાની સાથે થયેલાં આ અન્યાયને ચૂપ રહીને સહન કર્યો હતો. તો બીજી તરફ મોનાની મા સત્તી શ્રીદેવીને નફરત કરવા લાગ્યા હતાં. જોકે આ સમયે તેના અને બોનીના લગ્ન થયાં નહોતાં. પ્રેગ્નન્ટ શ્રીદેવીના પેટ પર લાત મારવાનો કર્યો હતો પ્રયાસ

 

- જુન 2016માં પ્રકાશિત થયેલા એક લીડિંગ વેબસાઈટના આર્ટિકલ મુજબ, 1996માં મોના અને બોની ઓફિશિયલ કપલ હતા. પરંતુ શ્રીદેવી બોનીની લાઈફમાં બીજી સ્ત્રી બનીને આવી હતી. જ્યારે તેની પ્રેગ્નન્સીની ખબર મોનાને મળી ત્યારે તે વધુ કંઈ કરી શકી નહીં. પરંતુ તેની પ્રોડ્યુસર મા સત્તી શૌરી દીકરી મોના સાથે થઈ રહેલા અન્યાયથી ખૂબ નારાજ હતી.

 

- એકવાર જ્યારે તેને જાણ થઈ કે, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ શ્રીદેવી બોની સાથે જુહુની એક ફાઈવસ્ટાર હોટલમાં કોફી પી રહી છે, ત્યારે તે ત્યાં પહોંચી ગઈ અને જાહેરમાં કપલ્સ પર હુમલો કર્યો.

 

- રિપોર્ટ્સમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે, સત્તીએ પ્રેગ્નન્ટ શ્રીદેવીના પેટ પર લાત મારવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે શ્રીના પેટમાં જ્હાનવી કપૂર હતી.

 

બોની સામે કર્યો હતો સત્તીએ કેસ

 

-સત્તીએ પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા હતા. માત્ર એટલું જ નહીં, તેણે બોની સામે કેસ પણ કર્યો હતો. પરંતુ મોના ઈચ્છતી નહોતી કે, તેના બાળકો(અર્જુન અને અંશુલા)ના પિતાને જનતાને અવહેલનાનો સામનો કરવો પડે. આથી કોર્ટે આ કેસમાં કોઈ કાર્યવાહી કરી નહીં.

 

આગળની સ્લાઈડ્સમાં 19ની મોનાએ 10 વર્ષ મોટા બોની સાથે કરેલા લગ્ન, શ્રીદેવી સાથેનું પતિનું અફેર, એકલા પડેલા બાળકો અને કેન્સરથી લઈ મોત સુધીની વાતો

અન્ય સમાચારો પણ છે...