વિવાદ / સોનાક્ષી પર ફિલ્માવાયેલું રિમિક્સ જોઈને ઓરિજિનલ મુંગડા સિંગર ઉષા મંગેશકર ભડક્યાં

DivyaBhaskar.com | Updated - Feb 09, 2019, 01:51 PM
usha mangeshkar lashes out at the makers of mungda song remix

બોલિવૂડ ડેસ્કઃ આગામી દિવસોમાં આવી રહેલી ઈન્દ્ર કુમારની ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં ઈ.સ. 1977માં આવેલી ફિલ્મ ‘ઈન્કાર’નું સુપરહીટ સોંગ ‘મુંગડા’ રિમિક્સ કરીને લેવામાં આવ્યું છે. ટોટલ ધમાલમાં આ ગીત સોનાક્ષી સિંહા પર ફિલ્માવવામાં આવ્યું છે. આ રિક્રિએટેડ વર્ઝન રિલીઝ થયું ત્યારથી જ સોશિયલ મીડિયામાં તેના પર માછલાં ધોવાઈ રહ્યાં હતાં. ઓરિજિનલ મુંગડા સોંગમાં હેલને ડાન્સ કર્યો હતો અને તે ગીત આજની તારીખે પણ એટલું જ લોકપ્રિય છે. તે ગીત લતા મંગેશકરનાં નાનાં બહેન ઉષા મંગેશકરે ગાયું હતું. ટોટલ ધમાલનું મુંગડા રિમિક્સ વર્ઝન સાંભળીને ઉષા મંગેશકર પણ ભડકી ઊઠ્યાં છે.

એક વેબસાઈટ સાથે વાતચીતમાં ઉષા મંગેશકરે કહ્યું કે, ‘અમારા સમયમાં ગીતો ખાસ્સો વિચાર કર્યા બાદ તૈયાર કરવામાં આવતાં હતાં. તે દરેકમાં એક ચોક્કસ થૉટ રહેતો. તેની માવજત પણ અત્યંત સંવેદનશીલ રાખવામાં આવતી હતી. તેને કઢંગી રીતે નવેસરથી બનાવીને પેશ કરવું યોગ્ય નથી.’

ઉષા મંગેશકરે પોતાની હૈયાવરાળ કાઢતાં આગળ કહ્યું કે આ ગીતોનાં રિમેક બનાવવાની પરવાનગી લેવાની પણ કોઈ તસદી લેતું નથી. અમને પૂછવાનો વિવેક કરવાનું પણ કોઈએ વિચાર્યું નથી.

રાજેશ રોશન પણ ગુસ્સે થયા
ઓરિજિનલ મુંગડા સોંગના કમ્પોઝર રાજેશ રોશન પણ આ રિમિક્સથી ખફા છે. એમનું કહેવું છે કે અત્યારના સંગીતકારોમાં નવાં ગીતો ક્રિએટ કરવાનો આત્મવિશ્વાસ બચ્યો જ નથી. એમનામાં ઈન્સ્પિરેશન ઓછી અને કોપી કરવાની ઈચ્છા વધુ જોવા મળી રહી છે.

22 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં સોનાક્ષી સિંહા મુંગડા સોંગમાં આઈટેમ ગર્લ તરીકે જ દેખાશે. ફિલ્મના મુખ્ય કલાકારોમાં માધુરી દીક્ષિત, અનિલ કપૂર, અજય દેવગણ, અર્શદ વારસી, રિતેશ દેશમુખ, જોની લિવર જેવા કલાકારો છે.

X
usha mangeshkar lashes out at the makers of mungda song remix
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App