ઓરિજીન / ઉરીનો ફેમસ ડાયલોગ હાઉ ઇઝ ધ જોશ ડિરેક્ટરના બાળપણની યાદોમાંથી આવ્યો

divyabhaskar.com | Updated - Feb 08, 2019, 04:22 PM
Uri Director Reveals Origin Story Of Insanely Viral Punchline How's The Josh

બોલિવૂડ ડેસ્ક: ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મનો ફેમસ ડાયલોગ હાઉ ઇઝ ધ જોશ ડિરેક્ટર આદિત્ય ધરને તેની બાળપણની યાદોમાંથી મળ્યો. એક ન્યૂઝ એન્જસીને આપેલા ઇન્ટરવ્યૂમાં આદિત્યે જણાવ્યું કે, હું નાનો હતો ત્યારે મારા અમુક મિત્રો ડિફેન્સ બેકગ્રાઉન્ડથી હતા. તેમની સાથે હું ઘણીવાર આર્મી ક્લબ જતો. ક્લબમાં ઘણીવાર એક બ્રિગેડિયર આ લાઈન બોલતા. એ રિટાયર્ડ બ્રિગેડિયર પહેલાં બધા બાળકોને લાઈનમાં ઉભા રાખતા. પછી હાથમાં ચોકલેટ બતાવીને બધા બાળકોને પૂછતાં હાઉ ઇઝ ધ જોશ. જે બાળક ઊંચા અવાજે હાઈ સર જવાબ આપે એને આ ચોકલેટ મળતી અને હું ફૂડી હતો. જેથી હું સૌથી ઉંચા અવાજે જવાબ આપતો અને આ ચોકલેટ હંમેશા મને મળતી.

રાઈટ ડાયલોગ, રાઈટ પ્લેસ
આદિત્યે જણાવ્યું કે, મેં જ્યારે આ ફિલ્મ બનાવવાનું વિચાર્યું અને ફિલ્મ લખવાનું શરૂ કર્યું, ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે આ ડાયલોગ હું ફિલ્મમાં ઉમેરીશ જ.

X
Uri Director Reveals Origin Story Of Insanely Viral Punchline How's The Josh
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App