ટ્રેલર / અજય દેવગણના 50મા જન્મદિવસ પર તેની ફિલ્મ 'દે દે પ્યાર દે'નું ટ્રેલર રિલીઝ કરાયું

Trailer launched of Ajay devgan starer film De De Pyaar De on his birthday

  • આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી' ફેમ ડિરેક્ટર લવ રંજને લખી છે 
  • ફિલ્મમાં અજય દેવગણની સાથે તબુ, રકુલ પ્રીત, આલોક નાથ, જિમ્મી શેરગિલ અને જાવેદ જાફરી છે 
  • ફિલ્મમાં આલોક નાથની હાજરી વિશે સવાલ પુછાતાં અજયે વાતને ટાળી દીધી 
  • 'દે દે પ્યાર દે' ફિલ્મ 17 મેના રોજ રિલીઝ થશે

divyabhaskar.com

Apr 02, 2019, 05:58 PM IST

બોલિવૂડ ડેસ્ક: અજય દેવગણના 50મા જન્મદિવસ પર તેની ફિલ્મ 'દે દે પ્યાર દે'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. મજાની વાત તો એ છે કે, આ ફિલ્મમાં પણ અજયની ઉંમરને લઈને જ બધો ડ્રામા છે. ફિલ્મની સ્ટાર કસ્ટમાં અજયની સાથે તબુ, રકુલ પ્રીત, આલોક નાથ, જિમ્મી શેરગિલ અને જાવેદ જાફરી પણ સામેલ છે. ટી સિરીઝ પ્રોડક્શનની ફિલ્મ 'દે દે પ્યાર દે' 17 મેના રોજ રિલીઝ થશે. 'પ્યાર કા પંચનામા' અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી' ફેમ ડિરેક્ટર, રાઇટર લવ રંજને આ ફિલ્મ લખી છે અને સાથે તે ફિલ્મના પ્રોડ્યૂસર પણ છે. એટલે આ ફિલ્મમાં પણ તેની અગાઉની ફિલ્મની સ્ટાર કાસ્ટ સામેલ હોય તેમાં કોઈ નવાઈ નથી. આ ફિલ્મથી અકિવ અલી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મથી એડિટર અકિવ અલી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. અકિવ અલીએ ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’, ‘બરફી’, ‘યે જવાની હૈ દીવાની’ તથા લવ રંજનની તમામ ફિલ્મો સહિત 34 જેટલી ફિલ્મોનું એડિટિંગ કર્યું છે.

આ છે સ્ટોરી
આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં અજય દેવગણ અને તબુના છૂટાછેડા થઇ ગયા હોય છે. ફિલ્મના ટ્રેલરમાં જાવેદ જાફરીના વન લાઈનર પણ એકદમ ધારદાર અને સીધા મુદ્દા પર છે. અજય તેનાથી અડધી ઉંમરની છોકરી રકુલના પ્રેમમાં પડે છે. ટ્રેલરમાં જાવેદ મોટી ઉંમરનો છોકરો હોય અને નાની ઉંમરની છોકરી હોય એવા કેટલા કપલના રિલેશન સફળ રહ્યા એ સવાલ પૂછે છે ત્યારે ઘણા અંગ્રેજી કપલના નામ લીધા બાદ છેલ્લે અજય 'સૈફ અને કરીના'ના કપલનું નામ બોલીને સીધો શોટ મારે છે.

સ્ટોરીમાં ટ્વિસ્ટ તો ત્યારે આવે છે જ્યારે અજયના ઘરે તબુ,રકુલ અને અજય ત્રણેય ભેગા થાય છે અને બસ પછીથી ધમાલ શરૂ થાય છે. અજય, તબુના છોકરા અજયની ગર્લફ્રેન્ડ રકુલની ઉંમરના જ હોય છે. ફિલ્મમાં આલોક નાથ અજયના પિતાના રોલમાં છે જે વાતે વાતે અજયની ઝાટકણી કરી નાખે છે. ફિલ્મમાં જિમ્મી શેરગિલ પણ સામેલ છે. છેલ્લે અજય દેવગણ અને તબુ 'ગોલમાલ અગેઇન' ફિલ્મમાં સાથે દેખાયાં હતાં. તે ફિલ્મમાં પણ અજય દેવગણ તેનાથી અડધી ઉંમરની હિરોઈન પરિણીતી ચોપરાના પ્રેમમાં પડે છે. તેમાં પણ તેની ઉંમરના તફાવતને લઈને જ તેની ઠેકડી ઉડાડવામાં આવી હતી.

સ્વાભાવિક છે કે 'સોનુ કે ટીટુ કી સ્વીટી (SKTKS)' ફેમ ડિરેક્ટર લવ રંજને આ ફિલ્મ લખી છે એટલે આ ફિલ્મની કોમેડીમાં પણ 'SKTKS' જેવો ટચ જોવા મળે જ.

ફિલ્મમાં આલોક નાથની હાજરીના મુદ્દે અજયે આ જવાબ આપ્યો
'સંસ્કારી બાબુજી' ગણાતા આલોક નાથ પર 'metoo' મૂવમેન્ટ દરમિયાન દુષ્કર્મના ગંભીર આરોપ લાગ્યા હતા. રાઇટર વિન્તા નંદાએ તેમના પર રેપનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ બાદ પણ તેને ફિલ્મમાં એક્ટિંગ કરવા દેવામાં આવી તે વાતને લઈને ટ્રેલર લોન્ચ દરમિયાન પ્રોડ્યૂસર લવ રંજનને સવાલ કરવામાં આવ્યો, ત્યારે અજયે વચ્ચે જ જવાબ આપતા કહ્યું કે, તે બધી વાત કરવા માટેની આ યોગ્ય જગ્યા નથી. અને તમે જેની વાત કરી રહ્યા છો તેણે આ ફિલ્મનું શૂટિંગ આરોપ લાગ્યા તે પહેલાં જ પૂરું કરી દીધું હતું.

X
Trailer launched of Ajay devgan starer film De De Pyaar De on his birthday

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી