બાયોપિક / મોદી, મનમોહન સિંહ બાદ હવે રાહુલ ગાંધીના જીવન પર આધારિત ફિલ્મ માય નેમ ઇઝ રાગાનું ટીઝર રિલીઝ

Teaser Out of Rahul Gandhi's biopic film My Name Is RaGa

divyabhaskar.com

Feb 11, 2019, 12:17 PM IST

બોલિવૂડ ડેસ્ક: લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે જાણે ફિલ્મી પડદે પણ પોલિટિકલ ડ્રામાની તૈયારીઓ થવા લાગી છે. થોડા દિવસો અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીનું પોસ્ટર રિલીઝ થયા બાદ હવે રાહુલ ગાંધી પર આધારિત ફિલ્મ માય નેમ ઇઝ રાગાનું ટીઝર રિલીઝ થયું છે. ટીઝરની શરૂઆત પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાથી થાય છે અને આગામી લોકસભા ચૂંટણી પૂર્વે ટીઝર પૂરું થાય છે.

માય નેમ ઇઝ રાગા
ફિલ્મમાં રાહુલ ગાંધીના બાળપણથી માંડીને તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા ત્યાં સુધીની પૂરી સ્ટોરી બતાવાશે. ફિલ્મનું દિગ્દર્શન રૂપેશ પોલે કર્યું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તેમણે જ લખી છે. અભિનેતા અશ્વિની કુમાર રાહુલ ગાંધીના જ્યારે હેમંત કડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોલમાં જોવા મળશે. ટીઝરમાં ઇન્દિરા ગાંધીને ગોળી વાગ્યા બાદ રાહુલ પિતા રાજીવ ગાંધીને માસૂમિયતથી એમ પૂછતા દેખાય છે કે, શું તમને પણ ગોળી મારી દેવાશે? રાહુલની આ વાત સાંભળીને રાજીવ ગાંધી સ્તબ્ધ રહી જાય છે.

ફિલ્મને બાયોપિક ન ગણાવો
ફિલ્મનું દિગ્દર્શન રૂપેશ પોલે કર્યું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તેમણે જ લખી છે. એમણે જણાવ્યું કે, આ એક એવા વ્યક્તિની સ્ટોરી છે જેને હાસ્યાસ્પદ રીતે અટેક કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ જેને નીડર બનીને હારનો સામનો કર્યો છે, તે આ સ્ટોરીને ફીલ કરી શકશે. ટૂંકમાં હું આ ફિલ્મને બાયોપિક તરીકે ગણાવા માંગતો નથી.

પોલિટિકલ ડ્રામા
નોંધનીય છે કે 'પીએમ નરેન્દ્ર મોદી' નામથી વડાપ્રધાન મોદીની બાયોપિક પણ બની રહી છે, જેમાં વિવેક ઓબેરોય મોદીના રોલમાં દેખાશે. સરબજીત અને મેરિકોમ જેવી બાયોપિક્સ બનાવી ચૂકેલા ઓમંગ કુમાર તેનું દિગ્દર્શન કરી રહ્યા છે. વર્ષની શરૂઆતમાં 11 જાન્યુઆરીએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની બાયોપિક 'ધ એક્સિટેન્ડલ પ્રાઇમ મિનિસ્ટર' પણ રિલીઝ થઇ હતી, જેમાં અનુપમ ખેર મનમોહન સિંહના રોલમાં હતા.

X
Teaser Out of Rahul Gandhi's biopic film My Name Is RaGa
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી