સપોર્ટ / તનુશ્રી દત્તાએ કંગનાને સપોર્ટ આપ્યો, બોનફાઈડ એક્ટ્રેસ ગણાવી

divyabhaskar.com | Updated - Feb 11, 2019, 06:56 PM
Tanushree Dutta supports Kangana Ranaut, claimed her as a bonafide actress

બોલિવૂડ ડેસ્ક: મી ટૂ મૂવમેન્ટથી ચર્ચામાં આવેલ તનુશ્રીએ કંગનાને લઈને એક ન્યૂઝ એજન્સીને નિવેદન આપ્યું છે. ઇન્ડસ્ટ્રીમાં નિપોટિઝમ પર ખુલીને પ્રહાર કરનારી કંગનાને તનુશ્રીનો સપોર્ટ મળ્યો છે. તનુશ્રીએ કહ્યું કે, કંગના બોનફાઈડ A++ લિસ્ટ એક્ટ્રેસ છે. એક + વધારે એટલા માટે કારણકે, તે એકમાત્ર એવી એક્ટ્રેસ છે, જેને બોલિવૂડમાં મેલ સ્ટાર્સ કે હાઈ પ્રોફાઈલ સરનેમ ધરાવતા કોઈના પણ સપોર્ટ કે રેકમેન્ડેશન વગર ટોપ પર પહોંચી છે.

તનુશ્રીએ વધુમાં કહ્યું કે, એક પાવરહાઉસ પર્ફોર્મર સિવાય કંગનાએ એક ઉદાહરણ સેટ કર્યું છે. એક બહારની વ્યક્તિ જેને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે લોકો કંગનાને સપોર્ટ નથી કરતા તે તેના ટેલેન્ટથી ડરે છે. કંગના એ લોકો તને સપોર્ટ નહીં કરે, કારણકે તે તારી હિંમતને નફરત કરે છે. જાડી બુદ્ધિના લોકો સમજી જ નથી શકતા કે તેમના વગર તે આટલું એચિવ કઈ રીતે કર્યું.

X
Tanushree Dutta supports Kangana Ranaut, claimed her as a bonafide actress
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App