નવા પ્રોજેક્ટ / તારીખોનો મેળ પડ્યો તો ‘ચંદામામા દૂર કે’ જરૂર કરીશઃ સુશાંત સિંહ રાજપૂત

DivyaBhaskar.com | Updated - Jan 10, 2019, 01:22 PM
sushant singh rajput on space film chanda mama door ke
X
sushant singh rajput on space film chanda mama door ke

  • સુશાંત પાસે અત્યારે 12 ફિલ્મોની ઓફર છે
  • તેમાંથી ચાર ફિલ્મો આ વર્ષે રિલીઝ થશે
  • અત્યાર સુધીની કરિયરમાં આઠ ફિલ્મો કરી ચૂક્યો છે

બોલિવૂડ ડેસ્કઃ ગયા વર્ષે ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી કે સુશાંત સિંહ રાજપૂતની ઘણી બધી ફિલ્મો અભેરાઈ પર ચડવાની છે. પરંતુ નવું વર્ષ આવતાં આવતાં એના નસીબે પલ્ટી મારી અને એના ‘અચ્છે દિન’ આવી ગયા. પહેલાં ધર્મા પ્રોડક્શન્સે જેકલિન ફર્નાન્ડિઝ સાથે સુશાંતની ફિલ્મ ‘ડ્રાઈવ’ની જાહેરાત કરી. હવે સુશાંત પોતે સ્પેસ ફિલ્મ ‘ચંદામામા દૂર કે’ વિશે આડકતરું સમર્થન આપી રહ્યો છે. એણે કહ્યું છે કે, ‘અત્યારે મારી પાસે 12 ફિલ્મોની ઓફર્સ છે. મને ખબર નથી પડતી કે એમાંથી પહેલી કઈ શરૂ કરવી. ‘ચંદામામા દૂર કે’ અને પેરાલિમ્પિક મુરલીકાંત પેટકરની બાયોપિક હજી પાઈપલાઈનમાં છે. હવે મારે એ નક્કી કરવાનું છે કે મારી હવે પછીની ફિલ્મ કઈ હશે.’

 

સુશાંતે વધુમાં ઉમેર્યું કે,
‘અમે હમણાં જ ‘ડ્રાઈવ’નું શૂટિંગ પૂરું કર્યું છે. તેના પર ઘણું સ્પેશિયલ ઈફેક્ટ્સનું કામ બાકી છે, એટલે એની રિલીઝ પાછી ઠેલાઈ રહી છે. મેકર્સ અગાઉ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેને રિલીઝ કરવાના હતા. પરંતુ હવે ફાઈનલી અમે તેને 28 જૂને રિલીઝ કરવા જઈ રહ્યા છીએ.’

‘મારી લાઈફમાં કંઈ નક્કી હોતું નથી’
1.‘ચંદામામા દૂર કે’ ફિલ્મ વિશે સુશાંતને પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું, ‘આ ફિલ્મ બનશે એવું ઘણા સમયથી લાગી જ રહ્યું હતું. મેં અને ડિરેક્ટર સંજય પૂરણ સિંહે આ પ્રોજેક્ટ પર ઘણો બધો સમય આપેલો. હું એમની પાસેથી ઘણું બધું શીખ્યો છું. આ ફિલ્મની સ્ટોરી સરસ છે અને આ ફિલ્મ બનવી જ જોઈએ. અમે બંનેએ ક્યારેય એવું નથી કહ્યું કે આ ફિલ્મ અમે નથી બનાવવાના. અમારી તારીખોનો મેળ પડ્યો તો આ ફિલ્મ જરૂર બનાવીશું. હું હોઉં કે ન હોઉં, આ ફિલ્મ બનવી તો જોઈએ જ. પ્રોબ્લેમ એ છે કે મારી લાઈફમાં કશું નક્કી નથી હોતું કે મારે શું શું કરવાનું છે. મને શું પસંદ છે એ વિશે પણ હું હજી શ્યોર નથી.’
2.ગયા વર્ષે સુશાંતે કેરળ અને નાગાલેન્ડના પૂરગ્રસ્તોને 1-1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ વર્ષે પણ એ સમાજ માટે કંઈક કરવાનું વિચારી રહ્યો છે. એ કહે છે, ‘સમાજ અને જિંદગીએ મને ઘણું બધું આપ્યું છે. તેના વળતર તરીકે હું પણ એમના માટે કંઈક કરવા ઈચ્છું છું. બિહારમાં દર વર્ષે પૂર આવે છે. એમાં ત્યાંના લોકોનો વાંક નથી. ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ જ એવી છે કે ત્યાંના નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી જાય છે. હવે પછી મારો પ્રયત્ન એવો રહેશે કે સરકાર, એનજીઓ અને અન્ય સંસ્થાઓની મદદથી તેનું કાયમી સોલ્યુલશ લાવવામાં આવે.’
ભારતીય સ્પેસ ફિલ્મો
3.ગયા વર્ષે ‘ટિક ટિક ટિક’ નામની તમિળ ફિલ્મ આવેલી, જેને ભારતની પહેલી સ્પેસ ફિલ્મનું બિરુદ મળ્યું છે. તેના થોડા સમય પછી જ ‘અંતરિક્ષમ 9000 kmph’ નામની તેલુગુ ફિલ્મ આવેલી, જે પણ સ્પેસ મુવી હતી. અત્યારે હિન્દીમાં એકસાથે ત્રણ સ્પેસ બેઝ્ડ ફિલ્મો પર કામ ચાલી રહ્યું છે. માધવનની ‘રોકેટ્રી’, શાહરુખની ભારતના પહેલા અંતરિક્ષયાત્રી રાકેશ શર્માની બાયોપિક ‘સારે જહાં સે અચ્છા’ અને અક્ષય કુમારની ‘મિશન મંગલ’.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App