બાથટબમાં બેભાન પડી હતી શ્રીદેવી, જાણો દુબઇની હોટલમાં છેલ્લી 15 મિનિટમાં શું થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ: બોલિવૂડની ચાંદની શ્રીદેવીનું દુબઇમાં હાર્ટ એટેક આવતા નિધન થયુ હતું. શ્રીદેવીના મોતથી તમામ લોકોને આઘાત લાગ્યો છે. શ્રીદેવી પોતાના સબંધીના લગ્નમાં સામેલ થવા પરિવાર સાથે દુબઇ ગઇ હતી. લગ્ન સમારંભમાં હાજરી આપ્યા બાદ પરિવારના કેટલાક સભ્ય પરત આવી ગયા હતા. અહીં સુધી કે તેનો પતિ બોની કપૂર પણ મુંબઇ પરત ફરી ચુક્યો હતો પરંતુ તે શ્રીદેવીને સરપ્રાઇઝ આપવા માટે ફરી દુબઇ પહોચ્યા હતા.

 

ડિનર ડેટ પર જવાની તૈયારી કરતી હતી શ્રીદેવી

 

કપૂર પરિવારના નજીકના સુત્રો અનુસાર શનિવાર સાંજે હાર્ટ એટેક આવ્યા પહેલા શ્રીદેવી પોતાના પતિ સાથે ડ્રીમ ડિનર ડેટ પર જવાની તૈયારી કરી રહી હતી. બોની કપૂરે શ્રીદેવી જગાવી અને આશરે 15 મિનિટ સુધી બન્ને વચ્ચે વાતચીત થઇ હતી. બોનીએ પોતાની પત્નીને ડિનર પર ચાલવા માટે કહ્યું હતું. જે બાદ શ્રીદેવી બાથરૂમ ચાલી ગઇ હતી.

 

15 મિનિટ સુધી રાહ જોતા રહ્યાં બોની

 

રૂમના બાથરૂમમાં ગયા બાદ શ્રીદેવી આશરે 15 મિનિટ સુધી બહાર ન આવી તો તેના પતિએ દરવાજો ખખડાવ્યો હતો. જ્યારે અંદરતી કોઇ જવાબ ન આવ્યો તો તેને કોઇ રીતે દરવાજો ખોલ્યો હતો. જેવો જ બોની કપૂર બાથરૂમની અંદર પહોચ્યો ત્યારે જોયુ કે શ્રીદેવી પાણીથી ભરેલા નાહવાના ટબમાં બેભાન પડી હતી. બોનીએ તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ ન થઇ શક્યો. જે બાદ તેને પોતાના એક મિત્રને ત્યાં બોલાવ્યો અને રાત્રે આશરે 9 વાગ્યે તેને પોલીસને તેની જાણકારી આપી હતી. પોલીસ જ્યારે પહોચી તો શ્રીદેવી આ દુનિયાને અલવિદા કહી ચુકી હતી.

 

આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...