દુબઈની આ હોટેલના બાથરૂમમાં બેભાન થઈને ફસડાઈ પડ્યાં હતાં શ્રીદેવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનું 54માં વર્ષે નિધન થયું છે. શ્રીદેવીનું દુબઈની હોટેલમાં કાર્ડિયાક અરેસ્ટની આકસ્મિક અવસાન થયું હતું.  શ્રીદેવી તેના ભાણિયા મોહિત મારવાહના લગ્નમાં ભાગ લેવા દુબઈ ગયા હતા.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે શ્રીદેવી પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશી સાથે ગયા હતા. કપૂર પરિવાર દુબઈની ફેમસ  હોટેલ Jumeirah Emirates Towerના રૂમમાં રોકાયા હતા. રૂમના બાથરૂમાં કાર્ડિયાક અરેસ્ટ આવતા શ્રીદેવી બાથરૂમમાં ફસડાઈ પડ્યા હતા. બનાવ વખતે બોની કપૂર કે ખુશી કપૂર હાજર ન હોવાનું કહેવાય રહ્યું છે. બાદમાં બેભાન અવસ્થામાં શ્રીદેવીને દુબઈની રાશિદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 


(જાણો, શ્રીદેવી જે હોટલમાં રોકાયા તે હોટલ અંગે....)