શ્રીદેવીનું જીવન એવી કવિતા છે જેની અંતિમ પંક્તિઓ તો લખવામાં જ નથી આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: થોડા વર્ષો પહેલાં શ્રીદેવીએ તેમના શ્વસુર સુરેન્દ્ર કપૂરનો 75મો જન્મદિવસ ચેન્નાઈના બંગલામાં ઉજવ્યો હતો. સવારે હવન કર્યો હતો અને રાતે ડિનર રાખવામાં આવ્યું હતું. તે ડિનરમાં કમલ હસન અને રજનીકાંત યજમાન તરીકેનું વર્તન કરતા હતા. તેઓ દરેક મહેમાનોને જઈને પૂછતા હતા કે તમારા માટે શું લાવીએ? તે ઉપરાતં તેઓ ટ્રેમાં ડ્રિંક્સ લઈને મહેમાનોનું સ્વાગત પણ કરતા હતા. બે સપુર સ્ટારના આ પ્રમાણેના વર્તનથી સ્પષ્ટ થાય છે કે, તેમને શ્રીદેવીમાટે ખૂબ પ્રેમ હતો. ચેન્નઈમાં આવેલા આ બંગલામાં એક કાચની દિવાલ અને કાચની જ છતવાળો રૂમ છે. તેમાં બેસીને વ્યક્તિ આકાશમાં ઝગમગતા તારા જોઈ શકે છે. વરસાદમાં તમે પલળ્યા વગર પણ તેનો આનંદ માણી શકો છો. આમ, હવે શ્રીદેવીની આત્માને વરસાદના છાંટા ધીમે ધીમે ભીંજવી રહ્યા છે.  

 

રિયાઝ નિરંતર ચાલતી પ્રક્રિયા છે


- શ્રીદેવીના ચહેરા પર હંમેશા માસૂમિયત દેખાતી હતી. માદકતા અને માસૂમિયતનો આ અનોખો સંગમ શ્રીદેવીની લોકપ્રિયતાનું રહસ્ય છે. થોડા વર્ષો પહેલાં તેમને એક કાર્યક્રમમાં નૃત્ય કરવાનું હતું, ત્યારે તેમણે તેમની ટીમને પોતાના ઘરે બોલાવી હતી અને 15 દિવસ સુધી કલાકો પ્રેક્ટીસ કરાવી હતી.
- શ્રીદેવીને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેઓ આ નૃત્ય ફિલ્મમાં કરી ચૂકી છે. શૂટિંગ સમયે તમારે બહુ રિહર્સલ કરવું પડ્યું હશે. તો તમારે અત્યારે રિયાઝ (પ્રેક્ટીસ)ની  શુ જરૂર છે. ત્યારે શ્રીદેવીએ કહ્યું હતું કે, રિયાઝ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. દરેક વખતે એવુ લાગે છે કે આમાં કઈંક વધુ સારુ કરી શકાય એવું છે. આ લગન જ શ્રીદેવીને અન્ય સ્ટાર્સ કરતાં એક નવી ઓળખ આપી છે. 

 

જ્યારે સહાનુભૂતિ પ્રેમમાં બદલાઈ ગઈ


- મિસ્ટર ઈન્ડિયા રિલીઝ થયા પછી શ્રીદેવીની માતાની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આ માહિતી મળતાં જ બોની કપૂર ચેન્નાઈ જતા રહ્યા હતા. ડોક્ટર્સ સાથે વાત કર્યા પછી તેમને સારવાર માટે અમેરિકા લઈ જવાની સલાહ આપવામાં આવી હતી. બોની કપૂરે તેની બધી જ વ્યવસ્થા કરી અને તેઓ પોતે શ્રીદેવી અને તેની માતા સાથે અમેરિકા પણ ગયા હતા. ત્યાં ઓપરેશન દરમિયાન કોઈક ભૂલના કારણે શ્રીદેવીની માતાનું નિધન થયું હતું. શોકની આ ક્ષણોમાં બોની કપૂર શ્રીદેવીનો સહારો બની રહ્યા હતા. તેમણે અમેરિકાની તે હોસ્પિટલ ઉપર કેસ પણ કર્યો હતો. કોર્ટની બહાર સમજૂતી થઈ તેમાં શ્રીદેવીને મોટી રકમ પણ મળી હતી. શક્ય છે કે તે જ ઘડીએ તેમનામાં પ્રેમની લાગણી થઈ હતી. સહાનુભૂતિથી શરૂ થયેલો સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો હતો.

 

શ્રીદેવીને સાઈન કરવા માટે બોની કપૂરે રાહ જોવી પડી હતી

 

બોની કપૂરે સલીમ-જાવેદની લખેલી મિસ્ટર ઈન્ડિયા બનાવવાનો નિર્ણય કર્યો હતો. તેમ સમયે અનિલ કપૂર સુપર સ્ટાર નહતો. તે સમયે માત્ર અનિલ કપૂરના નામથી ફિલ્મ સારી ચાલી જાય તેવી શક્યતા ખૂબ ઓછી હતી. તેથી બોની કપૂરની ઈચ્છા એવી હતી કે આ ફિલ્મમાં કોઈ લીડ એક્ટ્રેસ લેવામાં આવે તો ફિલ્મ સારી ચાલે અને આર્થિક સમીકરણો સચવાઈ રહે. ત્યારપછી બોની કપૂર ચેન્નાઈ ગયા હતા અને તેમણે શ્રીદેવી સાથે મુલાકાતનો સમય માગ્યો હતો. ત્યારે શ્રીદેવીની માતાએ કહ્યું હતું કે તમને મુલાકાતનો સમયે થોડા દિવસ પછી મળશે. તમારે થોડી રાહ જોવી પડશે. ત્યારે તેઓ ચેન્નઈની એક હોટલમાં રોકાયા અને 2-3 દિવસ સુધી રાહ જોઈ. મુલાકાતનો કોઈ સમય નક્કી ન થતા એક વખત અડધી રાતે બોની કપૂર શ્રીદેવીના બંગલા પર પહોંચી ગયા હતા. ત્યારે શક્ય છે કે તેમણે બંગલાના સાત ફેરા લીધા હોય અને કોઈ દેવે તથાસ્તુ કહી દીધું હોય. તો ત્યારપછી બોની કપૂરે શ્રીદેવી સાથે જ સાત ફેરા લીધા હતા.

 

લોકો માટે ખૂબ સહાનુભૂતિ રાખતી હતી શ્રીદેવી
- એક વખતહું બોની કપૂરના ઘરે મુલાકાત કરવા ગયો હતો અને મારે સાંજ સુધી એરપોર્ટ પહોંચવાનું હતું. તે સમયે બોની કપૂરની કાર ખરાબ હતી. તેથી મારે શ્રીદેવીના ડ્રાઈવર સાથે તેની કારમાં જવાનું હતું. ત્યારે કાર લગભલ દરેક સિગ્નલ પર ઊભી રહી હતી અને બહુ બધા હિજડા ભેગા થઈ જતા હતા. તેમને જોઈને નવાઈ લાગતી હતી કે શ્રીદેવીની કારમાં તે હાજર નહતી. તેમની સાથે વાતચીત કરીને ખબર પડી કે, શ્રીદેવી આ હિજડાઓને હંમેશા ખૂબ પૈસા આફતી હશે. શ્રીદેવી હંમેશા બધા માટે ખૂબ સહાનુભૂતી રાખતી હતી. જો આપણે શ્રીદેવીના જીવનને એક ફિલ્મ માની લઈએ તો મધ્યાંતર પછી તેની રીલ બધી ખાલી જ છે અને જો આપણે શ્રીદેવીના જીવનને એક કવિતા માની લઈએ તો સમજવાનું તે તેની છેલ્લી પંકતિઓ લખવાની જ રહી ગઈ છે. તેના જીવનમાં અડધી સદી સુધી તેણે કેમેરા સુધી મિત્રતા નીભાવી છે. 4 વર્ષની ઉંમરથી 54 વર્ષ સુધી તેણે કેમેરા સુધી મિત્રતા નીભાવી છે. હવે કેમેરો તેની આ જુદાઈ કેવી રીતે સહન કરી શકશે. શક્ય છે કે, કેમેરા પણ હવે ગીત ગાતો હશે કે, ....વિરહને કલેજા યુ છલની કિયા જૈસે જંગલમાં કોઈ બાંસુરી પડી હો.

 

અન્ય સમાચારો પણ છે...