ક્યારેક શ્રીદેવીનું બધું કામ જોતી હતી બહેન, પછી બોલવાના પણ સંબંધો ના રહ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ: બોલિવૂડમાં શ્રીદેવીને એક સુપરસ્ટારના રૂપમાં ઓળખવામાં આવે છે, તેને માત્ર 4 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. શ્રીદેવીની સફળતા પાછળ કોઇનો મોટો હાથ છે તો તે છે તેની બહેન શ્રીલતા. પહેલા આ બન્ને બહેનોના સબંધના લોકો ઉદાહરણ આપતા હતા પરંતુ કેટલાક સમય બાદ બન્નેના સબંધ બગડતા ગયા અને બન્નેએ બોલવાનું બંધ કરી દીધો અને કેટલાક વર્ષો સુધી કોર્ટમાં પણ કેસ ચાલતો રહ્યો.

 

શ્રીદેવીને સુપરસ્ટાર બનાવવા પાછળ બહેનનું હતું યોગદાન

 

શ્રીદેવીને એક સુપરસ્ટાર બનાવવા પાછળ તેની બહેન શ્રીલતાનું મોટુ યોગદાન માનવામાં આવે છે, તેને કેટલાક વર્ષ સુધી શ્રીદેવીના કામકાજને જોયુ હતું. તે ડાયરેક્ટર સાથે શ્રીદેવીની 

મીટિંગ્સ પણ ફિક્સ કરતી હતી અને શૂટિંગની ડેટ પણ આપતી હતી. શ્રીદેવી અને શ્રીલતા અવાર નવાર પાર્ટીઓ અને ફંક્શનમાં સાથે જોવા મળતા હતા પરંતુ જ્યારે શ્રીલતાએ 

તમિલનાડુના પોલિટિશિયન સંજય રામાસ્વામી સાથે લગ્ન કર્યા ત્યારથી શ્રીદેવી એમ વિચારીને પરેશાન થઇ ગઇ કે હવે તેનું કામ કોણ સંભાળશે. તે બાદ શ્રીલતા અને શ્રીદેવીમાં સંપત્તિને લઇને પણ કેટલોક સમય વિવાદ ચાલ્યો હતો. અહીં સુધી કે બન્નેએ વાતચીત પણ બંધ કરી દીધી હતી. શ્રીલતાએ સંપત્તિને લઇ મદ્રાસ હાઇકોર્ટમાં કાયદાકીય લડાઇ પણ લડી હતી. આ મામલો આશરે 2 દાયકા સુધી કોર્ટમાં ચાલ્યો હતો.બન્નેની માતા રાજેશ્વરી અય્યપ્પનને ટ્યૂમરને કારણે અમેરિકાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું મોત થયુ હતું. શ્રીદેવીયએ હોસ્પિટલ પર મેડિકલ લાપરવાહીનો આરોપ લગાવતા કેસ દાખલ કરાવ્યો હતો. જેને લઇ તે અમેરિકાની કોર્ટમાં પણ ગઇ હતી. બાદમાં હોસ્પિટલે નુકસાન પેટે આશરે 7.2 કરોડ રૂપિયા પણ આપ્યા હતા. આ રકમને લઇ પરિવારમાં તકરાર થઇ હતી. શ્રીલતાએ સંપત્તિના ભાગ માટે આખા પરિવારને કોર્ટમાં ઘસેડ્યો હતો, મદ્રાસ હાઇકોર્ટે નિર્ણય આપતા બે કરોડ રૂપિયા શ્રીલતાના ભાગમાં આવ્યા હતા. આ બન્ને બહેનો વચ્ચે અન્ય સંપત્તિઓને લઇને પણ ઘણો વિવાદ થયો હતો. બાદમાં બોની કપૂરે બન્ને વચ્ચે મધ્યસ્થતા કરાવી આખા મામલાને પૂર્ણ કર્યો હતો. તે બાદ જ બન્નેના સબંધ ફરી પહેલા જેવા થઇ ગયા હતા.

 

આગળની સ્લાઇડમાં જુઓ, શ્રીદેવી અને તેની બહેનની વધુ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...