તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Aishwarya Rai And Abhishek Bachchan Came Separately At Krishna Raj Kapoor Last Riots

ના રાખ્યો મોતનો મલાજો! ક્રિશ્ના રાજ કપૂરના અંતિમ દર્શને સોનમ કપૂર જોવા મળી હસતા ચહેરે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ પહેલી ઓક્ટોબરના રોજ બોલિવૂડ શો-મેન રાજ કપૂરના પત્ની ક્રિષ્ના રાજ કપૂરનું 87 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેમના અંતિમ દર્શનાર્થે બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. ક્રિષ્ના રાજ કપૂરના નિધનથી કપૂર પરિવારને ઘેરો આઘાત લાગ્યો છે. અમિતાભ બચ્ચનની પુત્રવધૂ ઐશ્વર્યા રાય સહિતના અનેક સેલેબ્સ આવ્યા હતાં. કપૂર પરિવારની આ દુઃખની ઘડીમાં સોનમ કપૂર હસી જોવા મળી હતી.


એશ ઉદાસ તો સોનમ જોવા મળી હસતીઃ
ક્રિશ્ના બંગલો ખાતે ક્રિશ્ના રાજ કપૂરનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હતો અને બોલિવૂડ સેલેબ્સે અંતિમ દર્શન કર્યાં હતાં. ઐશ્વર્યા તથા અભિષેક બચ્ચન અલગ-અલગ કારમાં આવ્યા હતાં. એશ જ્યારે કારમાંથી ઉતરી ત્યારે એકદમ ઉદાસ જોવા મળી હતી. સોનમ કપૂર પણ અંતિમ દર્શનાર્થે આવી હતી. જોકે, ક્રિશ્ના બંગલાના દરવાજે જીતેન્દ્રને જોતા જ સોનમ કપૂર ભેટીને હસી પડી હતી.


આ સેલેબ્સે કર્યાં હતાં અંતિમ દર્શનઃ
ક્રિશ્ના રાજ કપૂરના નિધનના સમાચાર મળતા જ બોલિવૂડ સેલેબ્સ ક્રિશ્ના બંગલો ખાતે આવી ગયા હતાં. જેમાં રાની મુખર્જી, કાજોલ પિતા શોમુ મુખર્જી, સંજય દત્ત-માન્યતા દત્ત, પ્રિયા દત્ત, તબ્બુ, અયાન મુખર્જી, આલિયા ભટ્ટ, કરન જોહર, સંજય-મહિપ કપૂર, અનિલ-સુનિતા કપૂર, સોનમ કપૂર, વરૂણ ધવન, અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, શ્વેતા બચ્ચન, ડિમ્પલ કપાડિયા, ટીના અંબાણી, અનુ દિવાન, ફરાહ ખાન, આમિર ખાન-કિરણ રાવ, પ્રેમ ચોપરા, રાકેશ રોશન-જીતેન્દ્ર, રઝા મુરાદ, મુકેશ અંબાણીનો દીકરો આકાશ અંબાણી, સલમાન ખાનની માતા સલમા, શર્મિલા ટાગોર સહિતના સેલેબ્સ આવ્યા હતાં.

 

ક્રિષ્ના રાજ કપૂરના ઈલેક્ટ્રિક સ્મશાનમાં અંતિમ સંસ્કાર, રડતી આંખે કપૂર પરિવારે આપી અંતિમ વિદાય