1

Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » Smile suri suffers from depression

ડિપ્રેશનમાં છે 'કલયુગ'ની હીરોઈન, પરિવારના બે સભ્યના મોતથી થઈ હતી હતાશ

Divyabhaskar.com | Last Modified - Feb 06, 2018, 06:32 PM IST

સ્માઈલીએ કહ્યું ગત વર્ષે અચાનક જ હું દુઃખી રહેવા લાગી

  • Smile suri suffers from depression
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ 'જોધા અકબર'માં રુકૈયા બેગમનો રોલ કરી ચુકેલી 'કલયુગ' (2005) અને 'યે મેરા ઈન્ડિયા' (2008) જેવી ફિલ્મોમાં એકટ્રેસ સ્માઈલી સૂરી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે. જોકે હાલ તે તેમાંથી બહાર આવવાની કોશિશ કરી રહી છે અને હાલ પોલ ડાન્સ ટીચર તરીકે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રવિના ટંડન પહેલા 'જોધા અકબર' સિરિયલમાં રુકૈયા બેગમનો રોલ સ્માઈલી કરી રહી હતી.

    આ રીતે ડિપ્રેશનમાં ગઈ હતી સ્માઈલી

    સ્માઈલીએ Dainikbhaskar.com સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે છે ગત વર્ષે હું ખુબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ હતી, જયારે મારા પિતા અને ગ્રાન્ડ માંનું ડેથ થયું હતું. આ સિવાય પણ મારા જીવનમાં ઘણી ચીજો થઈ રહી હતી. એક સમય એવો આવ્યો હતો કે હું મારી જિંદગીથી સંપૂર્ણ નાખુશ રહેવા લાગી હતી. મને કઈ પણ સમજમાં આવી રહ્યું ન હતું. મને એ વાતનો ખ્યાલ આવતો ન હતો કે શું કરવાનું છે. ધીરે-ધીરે મને અહેસાસ થયો કે મારે આમાંથી બહાર આવવું પડશે. મે તેની પર કામ કરવાનું શરૂ કર્યું અને આજે હું તમારી સામે છું.

    આગળની સ્લાઈડસમાં વાંચો, આ રીતે થયો હતો ડિપ્રેશનનો અહેસાસ અને આ રીતે નીકળી હતી બહાર

  • Smile suri suffers from depression
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    આ રીતે થયો હતો ડિપ્રેશનનો અહેસાસ અને આ રીતે આવી બહાર

     

    સ્માઈલીએ કહ્યું ગત વર્ષે અચાનક જ હું દુઃખી રહેવા લાગી. શરૂઆતમાં મે તેને હળવાશથી લીધું. પરતું પછીથી મને ખ્યાલ આવ્યો કે હું ડિપ્રેશનમાં જઈ રહી છું. તેમાંથી બહાર આવવા માટે ઘણા મહિનાઓ સુધી મારો ઈલાજ ચાલ્યો. હાલ પણ રોગમાંથી બહાર આવવા માટે હેલ્થ સેન્ટર્સ પર એકચ્યુપક્ચર થૈરપી અને યોગ કરું છું. એવું પણ નથી કે હું હાલ ડિપ્રેસ્ડ ફીલ કરતી નથી. જોકે કોઈ પણ રીતે હું પોતાને સંભાળી રહી છું. હું મારી પોતાની કોશિશ કરી રહી છું.

     

    આગળ વાંચો, આ રીતે બંની પોલ ડાન્સર

  • Smile suri suffers from depression
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    આ રીતે બની પોલ ડાન્સર

     

    સ્માઈલીએ આ અંગે જણાવ્યું કે હું બાળપણથી જ ડાન્સર છું અને મલખંભ સ્ટુન્ડટ પણ છું. આ કારણે હું હમેશાથી અલગ પ્રકારની ડાન્સ આર્ટ શીખવા માંગતી હતી. એક વાર જયારે હું એરિયલ ડાન્સના કલાસ માટે દુબઈ ગઈ અને ઈતેફાકથી પોલ ડાન્સ ટીચર ત્યાં આવી ગઈ. જયારે મે આ કર્યું તો મને ખુબ જ પસંદ આવ્યું. તે મલખંભનો એક પાર્ટ છે અને તેમાં ફિટનેસ સામેલ છે. પોલ ડાન્સ કરવા માટે ખુબ જ સ્ટ્રેન્થ અને ગ્રેસની જરૂરિયાત હોય છે. તમે નહિ માનો પણ તે ડાન્સિંગ અને ફિટનેસના મામલામાં મારી આંખ ખોલનાર હતું. ઈમાનદારીથી કહું તો લગભગ એક વર્ષથી મહિલાઓને થાઈરોડ અને ડિપ્રેશન જેવી બિમારીઓથી લડવા માટે પોલ ડાન્સ પ્રત્યે એકરેજ કરી રહી છું. હવે મને પોલ સ્ટાર ગર્લના રૂપમાં ઓળખવામાં આવે છે.

     

    પતિથી થઈ ચુકયું છે સ્માઈલીનું સેપરેશન, આગળની સ્લાઈડસમાં વાંચો

  • Smile suri suffers from depression

    પતિથી થઈ ચુકયું છે સ્માઈલીનું સેપરેશન

     

    રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે, વિનીત બંગેરાની સાથે સ્માઈલીનું લગ્ન જીવન પણ સારી રીતે પસાર થઈ રહ્યું છે. લગભગ એક મહિનાથી આ કપલ સેપરેટ રહી રહ્યું છે. સ્માઈલીએ પોતે પોતાની મેરિડ લાઈફ સાથે વાત કરવાથી ઈન્કાર કરી દીધો. ઉલ્લેખનીય છે કે સ્માઈલી ડાયરેકટર મોહિત સુરીની બહેન છે. 2014માં તેમના લગ્ન ડાન્સ ઈનસ્ટ્રકટર વિનીત બંગેરા સાથે થયા હતા.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending