Home » Bollywood » Bollywood News » Bollywood Buzz » bollywood actor abhishek bachchan, aishwarya rai and kapoor family attend rajan nanda last rites

વેવાઈ રાજન નંદાના અંતિમ સંસ્કારમાં ના આવી શક્યા અમિતાભ બચ્ચન, અભિષેકે આપી શ્રદ્ધાંજલિ

Divyabhaskar.com | Updated - Aug 06, 2018, 07:00 PM

અમિતાભ બચ્ચનના વેવાઈ તથા એસ્કોર્ટ્સ ગ્રૂપના ચેરમેન રાજન નંદાનું પાંચ ઓગસ્ટના રોજ મોડી રાત્રે નિધન થયું હતું

  • bollywood actor abhishek bachchan, aishwarya rai and kapoor family attend rajan nanda last rites
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબે, અભિષેક બચ્ચન, નિખિલ નંદા-અગસ્ત્ય નંદા, રાજન નંદાનો પાર્થિવ દેહ

    મુંબઈઃ અમિતાભ બચ્ચનના વેવાઈ તથા એસ્કોર્ટ્સ ગ્રૂપના ચેરમેન રાજન નંદાનું પાંચ ઓગસ્ટના રોજ મોડી રાત્રે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર છ ઓગસ્ટના રોજ દિલ્હીમાં કરવામાં આવ્યા હતાં. રાજન નંદાની અંતિમ યાત્રામાં સામેલ થવા માટે કપૂર પરિવાર સિવાય અભિષેક બચ્ચન તથા ઐશ્વર્યા રાય ખાસ હાજર રહ્યાં હતાં. અમિતાભ બચ્ચન બલ્ગેરિયાથી નીકળી ગયા છે પરંતુ તેઓ ભારત પહોંચી શક્યા નહીં. બલ્ગેરિયામાં અમિતાભ બચ્ચન તથા રણબિર કપૂર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગમાં વ્યસ્ત હતાં.


    રણબિરની બહેને શૅર કરી હતી પોસ્ટઃ
    રીષિ કપૂરની દીકરી તથા રણબિર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં રાજન નંદાના નિધનની માહિતી આપી હતી. તેણે રાજન નંદાની તસવીર શૅર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રિદ્ધિમા કપૂરે લખ્યું હતું, ''તમે હંમેશા મહાન હતાં અને રહેશો. તમારા પ્રેમ માટે આભાર. તમને બહુ જ મિસ કરીશું અંકલ. RIP રાજન અંકલ.'' આ પોસ્ટ બાદ અમિતાભ બચ્ચને બે ફૅન્સની ટ્વિટને રિટ્વિટ કરીને વેવાઈ રાજન નંદાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.


    રાજન નંદાના દીકરા સાથે કર્યાં અમિતાભ બચ્ચનની દીકરીએ લગ્નઃ
    રાજન નંદાના દીકરા નિખિલ નંદા સાથે અમિતાભની દીકરી શ્વેતાએ લગ્ન કર્યાં છે. રાજન નંદાના પરિવારમાં પત્ની રિતુ નંદા, પુત્ર નિખિલ નંદા, વહુ શ્વેતા બચ્ચન તથા દીકરી નતાશા છે.


    અંતિમ સંસ્કારમાં આવ્યું કપૂર ફેમિલીઃ
    બોની કપૂર, અમર સિંહ, રણધિર-રીષિ-રાજીવ કપૂર, રીષિ કપૂરની દીકરી રિદ્ધિમા, જમાઈ ભરત સાહની, સ્વ. રાજ કપૂરની દીકરી રીમા જૈન પતિ તથા બંને સંતાનો સાથે આવી હતી.


    રાજ કપૂરના જમાઈઃ
    રાજન નંદા બોલિવૂડના શો-મેન રાજકપૂરના જમાઈ હતાં. રાજકપૂરની મોટી દીકરી રિતુ નંદા સાથે રાજનના લગ્ન 1969માં થયા હતાં. હાલમાં રિતુ નંદા ઈન્સ્યોરન્સ સર્વિસ(આઈએઆઈએસ)ની સીઈઓ છે. રાજન નંદા એક્ટર રીષિ કપૂર, રણધિર કપૂર તથા રાજીવ કપૂરના જીજાજી હતાં.

    લાઈમ-લાઈટથી દૂર રહે છે અમિતાભ બચ્ચનના નાના ભાઈ, લાંબા સમયે જોવા મળ્યા દીકરીઓ ને દોહિત્રી સાથે

  • bollywood actor abhishek bachchan, aishwarya rai and kapoor family attend rajan nanda last rites
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, અભિષેક બચ્ચન, અગસ્ત્ય નંદા, નિખિલ નંદા
  • bollywood actor abhishek bachchan, aishwarya rai and kapoor family attend rajan nanda last rites
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, અભિ-અગસત્ય-નિખિલ, રણધિર કપૂર
  • bollywood actor abhishek bachchan, aishwarya rai and kapoor family attend rajan nanda last rites
    રીષિ કપૂરનો જમાઈ ભરત સાહની
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ