રસપ્રદ / આકાશ અંબાણીએ જાનમાં શાહરૂખ ખાનનો હાથ પકડીને કહ્યું ડાન્સ કરવાનું

akash amabni wedding, bollywood celebs dancer in baarat

divyabhaskar.com

Mar 18, 2019, 06:49 PM IST
મુંબઈઃ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન નવ માર્ચના રોજ શ્લોકા મહેતા સાથે મુંબઈના જીયો વર્લ્ડ સેન્ટરમાં કર્યાં હતાં. આ લગ્નના અનેક વીડિયો તથા તસવીરો વાયરલ બની હતી. આકાશ અંબાણીની જાનમાં રણબિર કપૂર, શાહરૂખ ખાન, કરન જોહર, ગૌરી ખાન, પ્રિયંકા ચોપરા, ઐશ્વર્યા રાય બચ્ચન, આમિર ખાન સહિતના સેલેબ્સ નાચ્યા હતાં. શાહરૂખ ખાન તથા આકાશ અંબાણીનો એક વીડિયો વાયરલ થયો છે.

વીડિયો થયો વાયરલઃ
જાનમાં તમામ સ્ટાર્સ જબરજસ્ત ડાન્સ કર્યો હતો. આ વીડિયોમાં રણબિર કપૂર તથા શાહરૂખ ખાન ઢોલના તાલે ડાન્સ કરતાં જોવા મળે છે. ત્યારે જ આકાશ અંબાણી ત્યાં આવે છે. શાહરૂખ ખાન બોલિવૂડ એક્ટર રણબિરના કાનમાં કંઈક કહે છે અને ત્યારબાદ તે ત્યાંથની નીકળી જાય છે. આકાશ અંબાણી પોતાની માતા નીતા અંબાણીનો હાથ પકડીને ત્યાં લાવે છે. આકાશ માતા સાથે ડાન્સ કરવા લાગે છે. આ સમયે શાહરૂખ ખાન જવા જતો હોય છે એટલે તરત જ આકાશ અંબાણી એક્ટરનો હાથ પકડીને ઉભો રાખે છે અને તેને ડાન્સ કરવાનું કહે છે. ગૌરી ખાન પણ ડાન્સ કરે છે.

અંબાણી પરિવારનો નિકટઃ
શાહરૂખ ખાન અને અંબાણી પરિવાર વચ્ચે ગાઢ સંબંધ છે. અંબાણી પરિવારના કોઈ પણ ફંક્શનમાં શાહરૂખ ખાન અને ગૌરી અચૂકથી હાજર રહે છે. ઈશા અંબાણીના લગ્નમાં શાહરૂખ ખાને મહેમાનોને ભોજન પણ પીરસ્યું હતું.

X
akash amabni wedding, bollywood celebs dancer in baarat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી