લીડ પેર / રોહિત-ફારાહની ફિલ્મમાં શાહરુખ-દીપિકા સાથે દેખાઈ શકે છે

Shahrukh and Deepika will be seen in Rohit Farah's next film

divyabhaska.com

Feb 10, 2019, 11:54 AM IST

બોલિવૂડ ડેસ્ક: રોહિત શેટ્ટીએ હાલમાં જ જાહેરાત કરી કે ફારાહ ખાન એના બેનર માટે એક એક્શન-કોમેડી ફિલ્મ બનાવશે. હવે આ ફિલ્મની મેઈન લીડને લઈને વિચારણા શરૂ થઇ ગઈ છે. આ માટે પહેલું નામ દીપિકા પાદુકોણનું સામે આવી રહ્યું છે. સાંભળવા મળ્યું છે કે તે મેઘના ગુલઝારની છપાક પૂરી કર્યા બાદ આ ફિલ્મ સાથે જોડાઈ શકે છે. ચર્ચા એ પણ છે કે ફારાહ તેની સામે ફિલ્મમાં શાહરુખ ખાનને કાસ્ટ કરવા માટે મન બનાવી રહી છે.

ફારાહ સાથે શાહરુખની ગાઢ મિત્રતા છે. બંને એકબીજાને ગમતી ફિલ્મો બાબતે પૂરેપૂરા જાણકાર છે. ફારાહ ખાન આ વખતે તેને હાર્ડકોર એક્શન ફિલ્મ ઓફર કરી રહી છે. જોવું રસપ્રદ હશે કે શાહરુખ સારે જહાં સે અચ્છા, ડોન 3, મધુર ભંડારકરની ઇનસ્પેક્ટર ગાલિબ અને આ ફિલ્મમાંથી કઈ પસંદ કરશે.

અગાઉ ચારેય આ ફિલ્મમાં દેખાયા હતા
ચારેયે ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં સાથે કામ કર્યું છે. ફિલ્મમાં શાહરુખ-દીપિકા લીડ રોલમાં હતા. રોહિત ડિરેક્ટર હતા અને ફારાહે તેની ડાન્સ કોરિયોગ્રાફી કરી હતી.

X
Shahrukh and Deepika will be seen in Rohit Farah's next film
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી