Home » Bollywood » News » Bollywood Buzz » મુશ્કેલ ઘડીમાં 'નવાબે' છોડ્યો તો સલમાનનો સાથ, Salman jodhpur shooting blackbuck case bail

મુશ્કેલ ઘડીમાં 'નવાબે' છોડ્યો તો સલમાનનો સાથ, ભાગીને આવ્યો'તો અહીંયા

Divyabhaskar.com | Updated - Apr 08, 2018, 12:29 PM

'દબંગ' સલમાને આવા કારણથી બદલાવી દીધો હતો હોટલનો રૂમ

  • મુશ્કેલ ઘડીમાં 'નવાબે' છોડ્યો તો સલમાનનો સાથ, Salman jodhpur shooting blackbuck case bail
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    જોધપુરઃ સલમાન ખાન આ સમયે જેલમાં છે. તે 20 વર્ષ જૂના એક મામલામાં દોષી સાબિત થયો છે. જ્યારે સલમાન ખાન 1988માં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ની શૂટિંગ માટે જોધપુર પહોંચ્યો હતો, ત્યારે પહેલાં દિવસથી જ આ વિસ્તારની હવા બદલવા લાગી હતી. કોઇને એવી જાણ ના હતી કે એક સપ્તાહ પછી સલમાન ખાન જેલમાં હશે. લક્ઝુરિયસ હોટલમાં રૂમ સર્વિસની વચ્ચે આરામ કરવાની જગ્યાએ જેલમાં મચ્છરો સાથે રાત વિતાવશે. 'હમ સાથ સાથ હૈ'ની શૂટિંગ દરમિયાન સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બૂ સોનાલી બેન્દ્રે અને નીલમ એક જ હોટલ ઉમેદ પેલેસમાં રોકાયા હતાં. આ દરમિયાન બે કાળિયાર હરણની હત્યા થયા પછી આ મામલો નોંધવામાં આવ્યો હતો. આટલું જ નહીં સૈફ અલી ખાન પોતાના ફ્રેન્ડ સલમાનને મદદ કર્યા વગર જ સીધો જતો રહેશે, તેમ પણ કોઈએ વિચાર્યું નહોતું.

    સલમાનને હોટલના રૂમને લઈ કરી હતી આ ફરિયાદઃ

    એક રિપોર્ટ પ્રમાણે સલમાને હોટલ સ્ટાફને ફરિયાદ કરી હતી કે તેના રૂમનો ફ્લશ નાનો છે. જ્યારે અન્ય સ્ટાર પણ આ જ પ્રકારના રૂમમાં રોકાયા હતાં. પરંતું સલમાન માટે રૂમ બદલીને તેને સુઇટમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો. કાળિયારના શિકાર પછી પોલીસ હોટલ પહોંચી અને પાંચેય આરોપીઓની ધરપકડ કરી તેમની પૂછતાછ કરી. કાળિયાર શિકારના મામલે સલમાન ઉપર મામલો નોંધાયા પછી તેની ઇમેજ નાયકથી ખલનાયક બની ગઇ હતી. ઉલ્લેખવામાં આવે છે કે તે હોટલ સ્ટાફની સામે અભિમાનથી ફરતો અને કોરિડોરમાં શર્ટ પહેર્યાં વિના ફરતો હતો.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....

  • મુશ્કેલ ઘડીમાં 'નવાબે' છોડ્યો તો સલમાનનો સાથ, Salman jodhpur shooting blackbuck case bail
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    જામીન મળ્યાં પછી સલમાનને છોડીને સૈફ મુંબઈ પાછો આવી ગયો, તેણે હોટલનું 15.5 લાખ રૂપિયાનું બિલ પણ પ્રોડ્યુસર્સને ચૂકવવા માટે છોડી દીધું. કાળિયાર શિકાર મામલે સલમાન ખાનને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી. કોર્ટથી તેને સીધો જેલ મોકલવામાં આવ્યો. સલમાનના વકીલે જામીન માટે અરજી કરી પરંતું શુક્રવારે સલમાનને જામીન મળી શકી નહીં.

  • મુશ્કેલ ઘડીમાં 'નવાબે' છોડ્યો તો સલમાનનો સાથ, Salman jodhpur shooting blackbuck case bail
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સલમાને આ પહેલાં પણ કાળિયાર શિકાર મામલે ત્રણવાર 6-6 દિવસ માટે જેલ જઇ ચૂક્યો છે. જ્યારે 12 ઓક્ટોબર, 1998 સલમાનને પહેલીવાર ધરપકડ કરવામાં આવી, ત્યારે તે જામીન મળવાને લઇને આશ્વસ્ત હતો. પરંતું જ્યારે કોર્ટે તેને જામીન આપવાની ના પાડી, ત્યારે સલમાનનો ચહેરો ઉતરી ગયો. તેણે પાંચ દિવસ જેલમાં જ રહેવું પડ્યું.

     

  • મુશ્કેલ ઘડીમાં 'નવાબે' છોડ્યો તો સલમાનનો સાથ, Salman jodhpur shooting blackbuck case bail
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ