બોલિવૂડ ડેસ્ક: સલમાન ખાન તેની એક્ટિંગ ઉપરાંત તેની બોડી બિલ્ડિંગ અને બિઝનેસ વેન્ચર્સ માટે પણ ઘણો જાણીતો છે. 'બીઇંગ હ્યુમન' બાદ હવે સલમાનની 'બીઇંગ સ્ટ્રોંગ' બ્રાન્ડ ફિટનેસના સાધનો પણ વેચશે. સલમાન ખાને આ નવા વેન્ચરની શરૂઆત જેરાઈ ફિટનેસ પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને કરી છે. ગયા વર્ષે જ તેણે આ કંપનીના 100% મેન્યુફેક્ચરિંગ રાઇટ્સ ખરીદી લીધા હતા. તેણે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત તેણે આ વેન્ચર સ્ટાર્ટ કર્યું છે. જેરાઈ ફિટનેસ 25 વર્ષથી ફિટનેસન સાધનો બનાવે છે. તે મહિનામાં 100થી વધુ જિમને ફિટનેસના સાધનો સપ્લાય કરે છે. અત્યારસુધી જેરાઈ ફિટનેસ 7000થી વધુ જિમને સાધનો સપ્લાય કરી ચૂકી છે.
સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર તેના વર્કઆઉટનો એક વીડિયો શેર કર્યો છે. બીઇંગ સ્ટ્રોંગ ઇન્ડિયાના અકાઉન્ટ પર આ વીડિયો શેર કરીને લખ્યું છે કે, 'સલમાનનો પહેલો વર્કઆઉટ કરતો વીડિયો. તમે સલમાનની બોડી જોઈ હશે પણ હવે તેને ટ્રેનિંગ કરતા માત્ર બીઇંગ સ્ટ્રોંગ પર જુઓ.'
મેક ઈન ઇન્ડિયા
સલમાન ખાનની આ બ્રાન્ડ સમગ્ર સાધનોનું ઉત્પાદન ભારતમાં જ કરશે. બીઇંગ સ્ટ્રોંગ એકમાત્ર ભારતીય બ્રાન્ડ છે જે ફક્ત ભારતમાં જ નહીં ગ્લોબલ માર્કેટમાં પણ અન્ય વિદેશી બ્રાન્ડ સાથે ટક્કર લેશે. સલમાન ઈચ્છે છે કે, તે ભારતનાં તમામ ગામડાં, શહેરો સુધી પહોંચે. જેથી તે ફિટનેસના ચાહકો અને સ્પોર્ટ્સમેન માટે રોજગાર ઊભો કરી શકે.
ટીવી ચેનલની શરૂઆત
સલમાન ખાનની ટેલિવિઝનમાં પ્રોડ્યૂસર તરીકે એન્ટ્રી તો 'ધ કપિલ શર્મા શો'થી થઇ જ ગઈ છે. પરંતુ હવે સલમાન ખુદની જ ટીવી ચેનલ લઈને આવી રહ્યો છે. સલમાનની નવી ટીવી ચેનલ શરૂ થયા બાદ સ્વાભાવિક છે કે 'ધ કપિલ શર્મા શો' એ ચેનલ પર શિફ્ટ થઇ જશે.
નવું ફાઉન્ડેશન પણ શરૂ કરશે
સલમાન ખાન 'Being Human' બાદ વધુ એક ફાઉન્ડેશન શરૂ કરવાનો છે. આ ફાઉન્ડેશન 'Being Children' નામથી શરૂ કરવામાં આવશે. આ ફાઉન્ડેશન બાળકોના સારા ઉછેર માટે બનતી દરેક મદદ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.