ટીમ અપ / રોહિત શેટ્ટી અને ફારાહ ખાન સાથે બનાવશે એક્શન કોમેડી ફિલ્મ

Rohit Shetty and Farah Khan team up for an action-comedy film

  • ફારાહ ખાન પહેલી ડિરેક્ટર બની ગઈ છે જે રોહિત શેટ્ટીના પ્રોડક્શન હાઉસ અન્ડર ફિલ્મ ડિરેક્શન કરશે

divyabhaskar.com

Feb 08, 2019, 03:28 PM IST

બોલિવૂડ ડેસ્ક: ફિલ્મ મેકર રોહિત શેટ્ટીએ પોતાના પ્રોડક્શન હાઉસ, રોહિત શેટ્ટી પિક્ચર્ઝની એક એક્શન કોમેડી ફિલ્મ માટે ફારાહ ખાનને ડિરેક્ટર તરીકે સાઈન કરી. આ સાથે ફારાહ ખાન રોહિત શેટ્ટીના પ્રોડક્શન હાઉસ હેઠળ ફિલ્મ ડિરેક્ટ કરનારી પહેલી ડિરેક્ટર બની ગઈ છે. આ ફિલ્મ રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવશે અને રોહિત શેટ્ટી પિક્ચર્ઝ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવશે.

મધર ઓફ ઓલ એન્ટરટેઈનર્સ
ફારાહ ખાને કહ્યું કે, ઘણી વખત યુનિવર્સ ભેગું થઈને તમને એ આપે છે જેનું તમે કલ્પના પણ કરી ન હોય. રોહિત સાથે હું એક જ પ્રોમિસ કરી શકું છું, આ
મધર ઓફ ઓલ એન્ટરટેઈનર્સ હશે. રોહિતને હું એક ભાઈ તરીકે ખરા દિલથી પ્રેમ કરું છું અને તેના વર્ક એથિક્સનું હું સન્માન કરું છું. આ ફિલ્મ માટે રોલ કેમેરા કહેવા માટે હું વધુ રાહ જોવા તૈયાર નથી.

ફારાહ સાથે કામ કરવાનું પ્રિવિલેજ
રોહિત શેટ્ટીએ જણાવ્યું કે, મારા પ્રોડક્શન હાઉસ માટે આ પ્રિવિલેજ છે કે ફારાહ ઓન બોર્ડ ડાયરેક્ટર તરીકે જોડાઈ, કારણકે તે ખૂબ જ ટેલેન્ટેન્ડ અને હાર્ડ વર્કિંગ છે. આ ચોક્કસપણે અદભુત અસોસિએશન બનશે. ખૂબ જ ટેલેન્ટેડ પાવરહાઉસ સાથે કામ કરવા માટે હું રાહ જોઈ શકું એમ નથી.

X
Rohit Shetty and Farah Khan team up for an action-comedy film
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી