રોલ ચેન્જ / રણવીર સિંહ અત્યારે કોઈ પણ નેગેટિવ રોલ કરવાના મૂડમાં નથી

divyabhaskar.com | Updated - Feb 11, 2019, 12:14 PM
Ranveer Singh doesn't want to play negative roles

બોલિવૂડ ડેસ્ક: ગયા વર્ષે ફિલ્મ પદ્માવતમાં ભજવેલા અલાઉદ્દીન ખિલજીના જે રોલ માટે રણવીર સિંહનાં ખૂબ વખાણ થયાં હતાં, એ પ્રકારના નેગેટિવ રોલ કરવા માટે રણવીરે હવે ના પાડી દીધી છે. તેનું કહેવું છે કે, અત્યારે તે કોઈ પણ નેગેટિવ રોલ કરવાના મૂડમાં નથી.

રણવીર ડાર્ક શેડ ધરાવતું કેરેક્ટર પ્લે કરવાની માનસિક સ્થિતિમાં નથી. વિલનનું પાત્ર ભજવતી વખતે તેના પર અને તેની ઇમેજ પર પણ નેગેટિવ ઇફેક્ટ પડે છે એટલે જ તે આ પ્રકારના રોલ કરવા માગતો નથી.

અલાઉદ્દીનના રોલે ડિસ્ટર્બ કર્યો હતો
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં રણવીરે કહ્યું હતું કે, અલાઉદ્દીન ખિલજીનો રોલ કર્યા પછી તેની માનસિક સ્થિતિ પર ઘણી અવળી ઇફેક્ટ થઇ હતી. તેણે બહારની દુનિયા સાથે છેડો ફાડીને 21 દિવસ સુધી પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો.

ક્રૂર ઔરંગઝેબનો રોલ નકાર્યો
પોતાની આ જ ઈચ્છાના કારણે રણવીરે કરણ જોહરની આગામી ફિલ્મ તખ્તમાં પણ પોઝિટિવ રોલ જ પસંદ કર્યો છે. મળતી જાણકારી મુજબ તે ફિલ્મમાં શાહજહાંના મોટા દીકરા દારા શિકોહનું પાત્ર ભજવશે. દારાનું પાત્ર ખૂબ પોઝિટિવ છે. કેમ કે, તેની છાપ ઉદાર રાજકુમારની હતી. તેના નાના ભાઈ ઔરંગઝેબનું પાત્ર આ ફિલ્મમાં દારા કરતા ઊંધું ખૂબ નેગેટિવ અને ક્રૂર છે, આ જ કારણે રણવીરે આ રોલ માટે ના કહી. જાણકારી મુજબ હવે વિક્કી કૌશલ ઔરંગઝેબનું પાત્ર ભજવી રહ્યો છે.

આ સ્ટાર્સના નેગેટિવ રોલ્સને મળી છે પ્રશંસા

એક્ટર રોલ ફિલ્મ
સંજય દત્ત કાંચા ચીના અગ્નિપથ
શાહરુખ ખાન રાહુલ મેહરા ડર
અક્ષય કુમાર પક્ષીરાજન 2.0
આમિર ખાન સાહિલ ધૂમ- 3
સૈફ અલી ખાન લંગડા ત્યાગી ઓમકારા

X
Ranveer Singh doesn't want to play negative roles
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App