શૂટિંગ / રાની મુખર્જીએ 'મર્દાની 2'નું શૂટિંગ શરૂ કર્યું, આ ફિલ્મથી ચંકી પાંડેનો ભત્રીજો અહાન પાંડે ડેબ્યુ કરી શકે છે

Rani Mukerji starts shooting for Mardaani 2

  • 'મર્દાની 2'માં પણ રાની પોલીસ અધિકારી 'શિવાની શિવાજી રોય' તરીકે જ દેખાશે
  • ફિલ્મમાં તે એક નિર્દય વિલનની પાછળ પડી હોય છે
     

divyabhaskar.com

Mar 27, 2019, 11:39 AM IST

બોલિવૂડ ડેસ્ક: રાની મુખર્જીએ 27 માર્ચ બુધવારે 'મર્દાની 2' ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મ 2014ની તેની ફિલ્મ 'મર્દાની'ની સિક્વલ છે. આ ફિલ્મ એક પોલીસ ડ્રામા છે. પહેલી 'મર્દાની' ફિલ્મના રાઇટર ગોપી પુથરન હવે 'મર્દાની 2'ને ડિરેક્ટ કરી રહ્યા છે. જ્યારે ફિલ્મનું પ્રોડક્શન રાનીના પતિ આદિત્ય ચોપરાએ સાંભળ્યું છે. ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થશે. આ ફિલ્મમાં પણ રાની 'શિવાની શિવાજી રોય' તરીકે પોલીસ ઓફિસરના રોલમાં જ હશે જે એક નિર્દય વિલનની પાછળ પડી હોય છે. રાની છેલ્લે 'હિચકી' ફિલ્મમાં દેખાઈ હતી.

અહાન પાંડે
ચંકી પાંડેના ભાઈ ચીક્કી પાંડેનો દીકરો અહાન પાંડે રાનીની ફિલ્મ 'મર્દાની 2'થી ડેબ્યુ કરી શકે છે. ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે તો 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'થી ડેબ્યુ કરી રહી છે. અહાન પાંડે શાહરુખ ખાનની દીકરી સુહાના સાથે ઘણી વખત જોવા મળ્યો છે, જેને કારણે તે ચર્ચામાં પણ રહ્યો છે.

મર્દાની ફિલ્મ
મર્દાની ફિલ્મ 2014માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મના ડિરેક્ટર પ્રદીપ સરકાર હતા. ફિલ્મમાં રાની પોલીસ ઓફિસર હોય છે જે તેની દત્તક દીકરી ગાયબ થતા તેની શોધખોળ આદરે છે. તેના ઇન્વેસ્ટિગેશનમાં તે મુંબઈમાં ચાલતા હ્યુમન ટ્રાફિકિંગના ધંધાની પોલ ખોલે છે. 21 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સઓફિસ પર 56 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

X
Rani Mukerji starts shooting for Mardaani 2
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી