રાકેશ રોશન / કેન્સર સર્જરી બાદ પહેલી જ વાર સામે આવી રાકેશ રોશનની તસવીરો, નાકમાં ટ્યૂબ લગાવીને સેલિબ્રેટ કર્યો દીકરાનો જન્મદિવસ

DivyaBhaskar.com

Jan 11, 2019, 01:13 PM IST
પરિવાર સાથે હૃતિક રોશન
પરિવાર સાથે હૃતિક રોશન
દોહિત્રી સુરાનિકા સાથે રાકેશ રોશન, હૃતિક રોશન મોમ તથા દીકરા સાથે
દોહિત્રી સુરાનિકા સાથે રાકેશ રોશન, હૃતિક રોશન મોમ તથા દીકરા સાથે
મોમ તથા દીકરા સાથે હૃતિક રોશન (ડાબે), ભાણી તથા પિતા સાથે હૃતિક રોશન (જમણે)
મોમ તથા દીકરા સાથે હૃતિક રોશન (ડાબે), ભાણી તથા પિતા સાથે હૃતિક રોશન (જમણે)
સુઝેન ખાન, સોનાલી બેન્દ્રે, હૃતિક રોશન, ગોલ્ડી બહલ
સુઝેન ખાન, સોનાલી બેન્દ્રે, હૃતિક રોશન, ગોલ્ડી બહલ
ડાબેથી સુઝેન, સોનાલી, હૃતિક, ગોલ્ડી બહલ
ડાબેથી સુઝેન, સોનાલી, હૃતિક, ગોલ્ડી બહલ

  • ગળાના કેન્સરની સર્જરી બાદ રાકેશ રોશને દીકરા હૃતિકનો બર્થડે સેલિબ્રેટ કર્યો
  • રાકેશ રોશને નાકમાં નળી સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો
  • આ તસવીરો ખુદ હૃતિક અને રાકેશ રોશનની પત્ની પિન્કીએ શેર કરી છે
  • સાંજે હૃતિકે બીજી કેન્સર સર્વાઈવર એવી મિત્ર સોનાલી બેન્દ્રે અને ભૂતપૂર્વ પત્ની સુઝેન સાથે બર્થડે મનાવ્યો હતો

મુંબઈઃ બોલિવૂડ એક્ટર હૃતિક રોશનનો 10 જાન્યુઆરીના રોજ 45મો જન્મદિવસ હતો. જન્મદિવસ પર હૃતિક રોશને પિતાની એક તસવીર શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ રાકેશ રોશન પર ગળાના કેન્સરની સર્જરી કરવામાં આવી હતી. તસવીરમાં રાકેશ રોશન ડ્રિપ સાથે જોવા મળ્યા હતા.

હોસ્પિટલથી આવ્યા ઘરે
રાકેશ રોશનને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને ઘરે આવીને પરિવાર સાથે રાકેશ રોશને દીકરાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. રાકેશ રોશનના નાકમાં ટ્યૂબ લગાવેલી જોવા મળી હતી. જન્મદિવસ પર હૃતિક પિતા સાથે ઘણો જ ખુશ જોવા મળતો હતો. રાકેશ રોશન પણ ફિટ દેખાતા હતા. હૃતિકે ફોટો શૅર કરીને લખ્યું હતું, ‘તમારા પ્રેમ તથા દુવા માટે આભાર... આજે મારા માટે બહુ જ મોટો દિવસ છે...’ હૃતિકની મોમ પિંકી રોશને પણ પતિની તસવીરો શૅર કરી હતી.

#happiness#children#grandchildren#grandnephew#

A post shared by Pinkie Roshan (@pinkieroshan) on Jan 10, 2019 at 10:08am PST

સાંજે એક્સ વાઈફ અને કેન્સર સર્વાઈવર સોનાલી બેન્દ્રે સાથે કરી પાર્ટી
હૃતિક રોશને સવારે પરિવાર સાથે પાર્ટી માણી હતી તો સાંજે એક્સ વાઈફ સુઝેન ખાન તથા બેસ્ટ ફ્રેન્ડ ગોલ્ડી બહલ તથા સોનાલી બેન્દ્રે સાથે પાર્ટી કરી હતી. ઉલ્લેખનીય છે કે સોનાલી બેન્દ્રે પણ કેન્સરની સારવાર કરાવીને ડિસેમ્બર, 2018ના પહેલાં વીકમાં જ ભારત પરત ફરી છે. કેન્સરની સારવાર બાદ સોનાલી પહેલી જ વાર આ રીતે ઘરની બહાર પાર્ટી કરતી જોવા મળી હતી. આ પહેલાં પહેલી જાન્યુઆરી, 2019ના રોજ સોનાલીએ પોતાનો જન્મદિવસ ઘરે જ સેલિબ્રેટ કર્યો હતો.

X
પરિવાર સાથે હૃતિક રોશનપરિવાર સાથે હૃતિક રોશન
દોહિત્રી સુરાનિકા સાથે રાકેશ રોશન, હૃતિક રોશન મોમ તથા દીકરા સાથેદોહિત્રી સુરાનિકા સાથે રાકેશ રોશન, હૃતિક રોશન મોમ તથા દીકરા સાથે
મોમ તથા દીકરા સાથે હૃતિક રોશન (ડાબે), ભાણી તથા પિતા સાથે હૃતિક રોશન (જમણે)મોમ તથા દીકરા સાથે હૃતિક રોશન (ડાબે), ભાણી તથા પિતા સાથે હૃતિક રોશન (જમણે)
સુઝેન ખાન, સોનાલી બેન્દ્રે, હૃતિક રોશન, ગોલ્ડી બહલસુઝેન ખાન, સોનાલી બેન્દ્રે, હૃતિક રોશન, ગોલ્ડી બહલ
ડાબેથી સુઝેન, સોનાલી, હૃતિક, ગોલ્ડી બહલડાબેથી સુઝેન, સોનાલી, હૃતિક, ગોલ્ડી બહલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી