રિમેક / અભિતાભ બચ્ચન અને તાપસી પન્નુ સ્ટારર બદલા ફિલ્મનું પોસ્ટર રિલીઝ

Poster released of Taapsee Pannu and Amitabh Bachchan starring film Badla

  • બદલા 2016ની સ્પેનિશ ફિલ્મ કોન્ટ્રાટેઈમ્પો (ધ ઇન્વિઝિબલ ગેસ્ટ)ની રિમેક છે
  • ફિલ્મ 8 માર્ચે રિલીઝ થશે

divyabhaskar.com

Feb 11, 2019, 04:50 PM IST

બોલિવૂડ ડેસ્ક: અભિતાભ બચ્ચન અને તાપસી પન્નુએ સોશિયલ મીડિયા પર તેમની આગામી ફિલ્મ બદલાનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કર્યું છે. આવતીકાલે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે. ફિલ્મના ડિરેક્ટર સુજોય ઘોષ છે. આ ફિલ્મ થિયેટરમાં 8 માર્ચે રિલીઝ થશે. બદલા 2016ની સ્પેનિશ ફિલ્મ કોન્ટ્રાટેઈમ્પો (ધ ઇન્વિઝિબલ ગેસ્ટ)ની રિમેક છે. આ ફિલ્મને શાહરુખ અને ગૌરી ખાનની રેડ ચીલીસ એન્ટરટેઇન્મેન્ટ અને એઝ્યોર એન્ટરટેઇન્મેન્ટ પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

શાહરુખ અને અમિતાભની ટ્વિટર ચેટ
શાહરૂખે બદલા ફિલ્મનું પોસ્ટર શેર કરીને લખ્યું કે, અબ માહોલ કુછ કુછ બદલા બદલા સા લગ રહા હે ..જયારે અમિતાભે લખ્યું હતું, બદલા લેના હર બાર સહી નહીં હોતા, લેકિન માફ કર દેના ભી હર બાર સહી નહીં હોતા.

શાહરૂખે એક ટ્વીટ કરી કે, મેં આપ સે બદલા લેને આ રહા હું બચ્ચન સાબ ! તૈયાર રહીયેગા... શાહરુખની આ વાતનો જવાબ આપતાં અમિતાભે ટ્વીટ કર્યું કે, અરે ભાઈ શાહરુખ, બદલા લેને કે ટાઈમ તો નિકલ ગયા। ..અબ તો બદલા દેને કે ટાઈમ હે..

X
Poster released of Taapsee Pannu and Amitabh Bachchan starring film Badla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી