પ્રગતિ / પંકજ ત્રિપાઠીની હોલિવૂડ એન્ટ્રી, સુપરહીરો ‘થોર’ ક્રિસ હેમ્સવર્થ સાથે નેટફ્લિક્સ મુવીમાં દેખાશે

DivyaBhaskar.com | Updated - Feb 09, 2019, 06:30 PM
pankaj tripathi to do a hollywood film with thor star chris hemsworth

  • પંકજ ત્રિપાઠી નેટફ્લિક્સ મુવી ‘ઢાકા’ સાથે જોડાયા છે
  • આ ફિલ્મના બેંગકોક શિડ્યુલથી પંકજ ત્રિપાઠી તેમાં જોઈન થશે

બોલિવૂડ ડેસ્કઃ સિનેરસિયાઓ પંકજ ત્રિપાઠીના નામથી સુપેરે પરિચિત હશે. ‘ગેંગ્સ ઓફ વસેપુર’, ‘ન્યૂટન’, ‘બરેલી કી બરફી’, ‘સ્ત્રી’ જેવી હિટ ફિલ્મો અને ‘સેક્રેડ ગેમ્સ’ તથા ‘મિર્ઝાપુર’ જેવી સફળ વેબસિરીઝથી પંકજ ત્રિપાઠી જબરદસ્ત લોકપ્રિય થઈ પડ્યા છે. હવે લેટેસ્ટ ન્યૂઝ એ છે કે પંકજભાઈ હોલિવૂડમાં એન્ટ્રી મારવાના છે. હોલિવૂડમાં ‘માર્વેલ’ની સુપરહીરો સિરીઝમાં ‘થોર’નું પાત્ર ભજવનારા હીરો ક્રિસ હેમ્સવર્થની સાથે એક્ટિંગ કરતા દેખાશે. દરઅસલ, ક્રિસ હેમ્સવર્થ અત્યારે ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ સાઈટ ‘નેટફ્લિક્સ’ની ઓરિજિનલ મુવી ‘ઢાકા’નું શૂટિંગ કરી રહ્યો છે. આગામી થોડા દિવસમાં તેના બેંગકોકના શૂટિંગ શિડ્યુલનો આરંભ થશે. તેમાં પંકજ ત્રિપાઠી જોડાય તેવા સમાચાર સાંપડ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ નેટફ્લિક્સ ઓરિજિનલ ફિલ્મ ‘ઢાકા’ના શૂટિંગ માટે ગયા વર્ષે નવેમ્બરમાં ક્રિસ હેમ્સવર્થ ભારત આવેલો. આ ફિલ્મના કેટલાક સીનનું શૂટિંગ મુંબઈ અને અમદાવાદમાં પણ થયું હતું. એક ભારતીય બિઝનેસમેનના પુત્રના અપહરણ અને તેને છોડાવવાના દિલધડક સાહસ પર બનેલી આ ફિલ્મમાં મનોજ બાજપાયી અને રણદીપ હૂડા જેવા ભારતીય કલાકારો પણ દેખાશે. ફિલ્મનું શૂટિંગ માર્ચ, 2019માં પૂરું થાય તેવું આયોજન છે.

X
pankaj tripathi to do a hollywood film with thor star chris hemsworth
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App