સ્ટાર કાસ્ટ / ઈરફાન ખાનની ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'માં પંકજ ત્રિપાઠીનો કેમિયો, પ્રોડ્યૂસરે તેમને 'લકી મૅસ્કોટ' ગણાવ્યા

Pankaj Tripathi joins Irrfan and Kareena Kapoor Khan's Angrezi Medium for a cameo

  • ઈરફાન ખાન માટેના પ્રેમ, રિસ્પેક્ટને અને દિનો (દિનેશ વિજન) સાથેની મિત્રતાને કારણે ફિલ્મમાં જોડાયો :પંકજ ત્રિપાઠી 
  • ફિલ્મમાં પંકજ 'ટોની' નામના વાહન ડીલરના રોલમાં દેખાશે 
  • ફિલ્મની સ્ટારકાસ્ટમાં કરીના કપૂર અને રાધિકા મદાન પણ સામેલ

divyabhaskar.com

Apr 13, 2019, 10:09 AM IST

બોલિવૂડ ડેસ્ક: ઈરફાન ખાન હાલ રાજસ્થાનમાં 'હિન્દી મીડિયમ' ફિલ્મની સિક્વલ 'અંગ્રેજી મીડિયમ'નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં 'પટાખા' અને 'મર્દ કો દર્દ નહીં હોતા' ફેમ રાધિકા મદાન અને કરીના કપૂર પણ સામેલ છે. હવે આ ફિલ્મની સ્ટાર કાસ્ટને પંકજ ત્રિપાઠી પણ જોઈન કરવાના છે. પ્રોડ્યૂસર દિનેશ વિજન સાથે 'સ્ત્રી', 'લૂકા છુપ્પી' બાદ ફરી તેઓ કામ કરવાના છે. 'અંગ્રેજી મીડિયમ'માં પંકજ ત્રિપાઠીનો કેમિયો હશે. પંકજે જણાવ્યું કે, આ ફિલ્મમાં જોડાવાનો નિર્ણય તેમણે ઈરફાન ખાન માટેના પ્રેમ અને રિસ્પેક્ટને કારણે અને દિનો (દિનેશ વિજન) સાથેની મિત્રતાને કારણે કર્યો છે.

'અંગ્રેજી મીડિયમ' ફિલ્મમાં પંકજ ત્રિપાઠી વાહન ડીલરના રોલમાં દેખાશે જેનું નામ 'ટોની' હશે. 'ટોની' ઈરફાન અને તેની ઓન સ્ક્રીન દીકરી રાધિકા મદાનને યુકેમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે.

દિનેશ વિજનને જ્યારે પૂછવામાં આવ્યું કે, કઈ રીતે પંકજ ત્રિપાઠી તેની ફિલ્મનો એક અભિન્ન હિસ્સો બની ગયા છે, ત્યારે દિનેશે મજાકમાં કહ્યું કે, તેમના વગર કોઈપણ ફિલ્મનો વિચાર કરવો જ અશક્ય છે અને તે તેમના લકી મૅસ્કોટ છે.

શૂટિંગ
કરીના કપૂર 'ગુડ ન્યૂઝ' ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ 'અંગ્રેજી મીડિયમ' ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. હાલ ઈરફાન ખાન અને રાધિકા મદાન 4 એપ્રિલથી રાજસ્થાનમાં ફિલ્મના મહત્ત્વના ભાગનું શૂટિંગ કરી રહ્યા છે. ત્યારબાદ ટીમ વિદેશમાં જઈને ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

X
Pankaj Tripathi joins Irrfan and Kareena Kapoor Khan's Angrezi Medium for a cameo
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી