મોદીની બાયોપિક / પોસ્ટરમાં મોદીના રૂપમાં વિવેક ઓબેરોયને જોઈને ઓમર અબ્દુલ્લા બોલ્યા, ‘સલમાન હોત તો મજા આવત’

DivyaBhaskar.com

Jan 09, 2019, 01:44 PM IST
omar abdullah on narendra modi biopic
omar abdullah on narendra modi biopic
omar abdullah on narendra modi biopic

  • પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મનું શૂટિંગ આ મહિનેથી શરૂ થઈ રહ્યું છે
  • ફિલ્મના ડિરેક્ટર ઓમંગ કુમાર છે
  • આ ફિલ્મ ચૂંટણી પહેલાં જ રિલીઝ કરી દેવાનું આયોજન છે

બોલિવૂડ ડેસ્કઃ પીએમ નરેન્દ્ર મોદીની એ જ નામની બાયોપિકનું ફર્સ્ટ પોસ્ટર થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે દેશની 23 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું. તેમાં વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી રહ્યો છે. વિવેક ઓબેરોયને જરાય સામ્યતા ન ધરાવતા મોદી તરીકે જોઈને સોશિયલ મીડિયામાં એને જબરદસ્ત ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા ઓમર અબ્દુલ્લાએ પણ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર જોઈને પોતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી છે.

ઓમરે ટ્વિટર પર લખ્યું, ‘લાઈફ કેટલી અનફેર છે. એક બાજુ ડૉ. મનમોહન સિંઘનો રોલ અનુપમ ખેર જેવા મજબૂત એક્ટર કરી રહ્યા છે. જ્યારે બિચારા મોદીજીને વિવેક ઓબેરોયથી જ સંતોષ માનવો પડ્યો. સલમાન ખાન હોત તો શું મજા આવત!’

પ્રોડ્યુસરે કહ્યું, ‘વિવેકના 15 લુક ટેસ્ટ થયેલા’
ફિલ્મમાં વિવેક ઓબેરોયના કાસ્ટિંગ બાબતે ફિલ્મના પ્રોડ્યુસર સંદીપ સિંઘે કહ્યું હતું,

હું એક એવા એક્ટરની શોધમાં હતો જે ફિલ્મ માટે કમ સે કમ એક વર્ષનો સમય આપી શકે. સાત કલાક મેકઅપ કરાવીને 15 લુક ટેસ્ટ આપી શકે એવો સમય આજે કોની પાસે છે? મને લાગે છે કે વિવેક ઓબેરોય સૌથી વધુ ડેડિકેટેડ એક્ટર હતા. ઈન્ડસ્ટ્રીમાં તે 18 વર્ષથી પણ વધુ સમયથી છે. તે એક અફલાતૂન અભિનેતા છે. એટલે જ અમે એમના પર પસંદગી ઉતારી.

ફિલ્મમાં ચાની દુકાન ચલાવનારા, ગુજરાતમાં રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની કેન્ટિનમાં સ્ટાફ તરીકે કામ કરનારા, રાજકારણમાં આવનારા અને ત્યાંથી ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી બનવા સુધીની નરેન્દ્ર મોદીની સફરને આવરી લેવાશે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ગુજરાતમાં જ થશે.

અગાઉ આ ફિલ્મમાં લીડ રોલ પરેશ રાવલ કરશે તેવી વાત હતી. પરંતુ કોઈ કારણોસર પરેશ રાવલે આ ફિલ્મ છોડી દીધી. બે મહિના અગાઉથી ફિલ્મની તૈયારીઓ ચાલી રહી છે. હવે વાત આવી છે કે ચૂંટણી પહેલાં જ આ ફિલ્મ રિલીઝ કરવાની યોજના છે.

X
omar abdullah on narendra modi biopic
omar abdullah on narendra modi biopic
omar abdullah on narendra modi biopic
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી