ડિજિટલ ડેબ્યુ / અભિષેક બચ્ચન સાથે નિત્યા મેનન પણ બ્રીધ વેબ સિરીઝથી ડિજિટલ ડેબ્યુ કરશે

divyabhaskar.com | Updated - Feb 11, 2019, 11:47 AM
Nithya Menen joins Abhishek Bachchan for Breathe Season 2

  • એમેઝોન પ્રાઈમ પર બ્રીધની પહેલી સીઝનથી આર માધવને ડિજિટલ ડેબ્યુ કર્યું હતું
  • નિત્યા આ વર્ષે ફિલ્મ મિશન મંગલથી બોલિવૂડ ડેબ્યુ કરશે
     

બોલિવૂડ ડેસ્ક: અભિષેક બચ્ચન વેબ સિરીઝ બ્રીધની બીજી સિઝનથી ડિજિટલ ડેબ્યુ માટે તૈયાર છે. તેણે સિરીઝનું શૂટિંગ ઓલરેડી રાજસ્થાનમાં શરૂ કરી દીધું છે અને હવે સાઉથની એક્ટ્રેસ નિત્યા મેનન પણ તેની સાથે જોડાશે. આ નિત્યાની પણ પહેલી વેબ સિરીઝ છે. એમેઝોન પ્રાઈમ પર બ્રીધની પહેલી સીઝનથી આર માધવને ડિજિટલ ડેબ્યુ કર્યું હતું.

મિશન મંગલથી બોલિવૂડ ડેબ્યુ
નિત્યા આ વર્ષે ફિલ્મ મિશન મંગલથી બોલિવૂડ ડેબ્યુ કરશે. નિત્યાએ કહ્યું કે, હું આ માધ્યમ પર શરૂઆત કરવા તૈયાર છું. આ સ્પેસમાં મારા મારા માટે ઘણું છે અને હું પણ આ પ્લેટફોર્મ પર કામ કરવા ઈચ્છીશ. અહીં તમને કામ કરવાનું અને તેને દર્શકો સુધી પહોંચાડવાનું મોટું માધ્યમ મળે છે. મિશન મંગલ ફિલ્મમાં નિત્યા સિવાય વિદ્યા બાલન, સોનાક્ષી, તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી અને અક્ષય કુમાર હશે.

ડિરેક્ટર મયંક શર્માએ બોર્ડ પર સ્વાગત કર્યું
નિત્યાએ કાસ્ટ જોઈન કરી તે બાબતે સિરીઝના ડિરેક્ટર મયંક શર્માએ કહ્યું કે, હું ઉત્સાહિત છું કે નિત્યાએ આ સિરીઝમાં અમને જોઈન કર્યા છે. હું હંમેશા તેના કામના વખાણ કરતો આવ્યો છું. મેં આમાં એક પાત્ર માટે તેનું નામ વિચારી રાખ્યું હતું. બોર્ડ પર તેનું સ્વાગત કરું છું.

X
Nithya Menen joins Abhishek Bachchan for Breathe Season 2
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App