તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિયંકા ચોપરાનો ભાવિ પતિ નિક પોતાને વર્જિન બતાવવા માટે પહેરતો હતો 'પ્યોરિટી રિંગ'

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ: પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની મુંબઇમાં પંજાબી રીત-રિવાજોથી રોકાની સેરેમની થઇ હતી. પ્રિયંકા ચોપરાએ પોતાના ઘરે પૂજા રાખી હતી, જેમાં નિકના માતા-પિતા સામેલ રહ્યાં હતાં. પ્રિયંકા અને નિકે સોશ્યિલ મીડિયા પર પોતાના રિલેશનનો સ્વીકાર પણ કર્યો હતો. 

 

આજે અમે નિકને લઈને એક રોચક વાત કરીશું. જેના વિશે ભાગ્યે જ ચાહકોને ખબર હશે. અમેરિકન સિંગર નિક જોનાસ અને તેનો ભાઇ કરિયરના શરૂઆતના દિવસોમાં એક 'પ્યોરિટી રિંગ' પહેરતા હતા. તેણે એક ઇન્ટરવ્યૂમાં જાતે જ આ વાતનો ખુલાસો કર્યો હતો. નિક એક ધાર્મિક પરિવારમાંથી આવે છે અને આ રિંગ અર્થ એવો છે કે તે હજી સુધી વર્જિન છે અને લગ્ન બાદ જ સેક્સ માણશે. નિકે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, ''આ રિંગ સેક્સ પ્રત્યે મારો દૃષ્ટિકોણ દર્શાવે છે અને તે બતાવે છે કે તેનું શું મહત્વ છે.''   

 

જ્યારે રિંગ પહેરી ત્યારે નહોતી તેની સંપૂર્ણ જાણકારી

નિકે જ્યારે આ રિંગ પહેરી હતી, ત્યારે તેને રિંગના મહત્વ વિશે સંપૂર્ણ જાણકારી નહોતી. તેને ખબર નહોતી કે આ રિંગ પહેરવા પાછળ ખરેખરમાં શું કારણ હોય છે. એક અમેરિકન મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં નિકે જણાવ્યું હતું, ''ચર્ચમાં તે સમયે એક વ્યક્તિ હતાં, જે બધા યુવાનોને 'પ્યોરિટી રિંગ' પહેરવા માટે પ્રેરિત કરી રહ્યાં હતા અને વર્જિનિટી માટે કમિટમેન્ટ લેવાની વાત કરતાં હતાં તો બસ અમે પણ રિંગ વિશે સંપૂર્ણ જાણકારી લીધા વગર અમારો હાથ આગળ કરી દીધો. તથા સંકલ્પ લઇ લીધો. જોકે, ધીરે-ધીરે જેમ ઉંમર વધતી ગઇ, સમજણ પણ વધતી ગઇ, પછી આ રિંગના ખરા અર્થ વિશે જાણ થઇ. પછી જ્યારે નિકે આ રિંગ ઉતારી તો ફૅન્સમાં વાતો ફેલાવવા લાગી કે શું નિકે વર્જિનિટી ખોઇ નાખી. 

 

8 છોકરીઓને કરી ચૂક્યો છે ડેટ 

'પ્યોરિટી રિંગ'ને નિકે ક્યા સુધી ફોલો કરી, એ તો તે જ જાણે છે પરંતુ અમેરિકન વેબસાઇટ યૂએસ વીકલીના આર્ટિકલ અનુસાર પ્રિયંકા પહેલા તે 8 છોકરીઓને ડેટ કરી ચૂક્યો છે.