અપીલ / બોલિવૂડની 900 હસ્તીઓએ એક સૂરમાં મોદી સરકારને મત આપવાની કરી અપીલ; કહ્યું, ''દેશને મજબૂત સરકાર જોઈએ, મજબૂર નહીં''

vivek oberoi to koina mitra, bollywood celebs said, modi govt is need of this time

divyabhaskar.com

Apr 10, 2019, 07:09 PM IST

મુંબઈઃ કળા તથા સાહિત્ય જગતની 907 હસ્તીઓએ ભેગા થઈ જનતાને મોદી સરકારને મત આપવાની અપીલ કરી છે. આ યાદીમાં ઈન્ડિયન ક્લાસિકલ વોકાલિસ્ટ પંડિત જસરાજ, લોકગાયિકા માલિની અવસ્થી, એક્ટ્રેસ પાયલ રોહતગી, કોઈના મિત્રા, પલ્લવી જોષી, બોલિવૂડ એક્ટર્સ વિવેક ઓબેરોય, રાહુલ રોય, મુકેશ ખન્ના, ગજેન્દ્ર ચૌહાણ,સિંગર અભિજીત ભટ્ટાચાર્ય, હંસરાજ હંસ, અનુરાધા પૌંડવાલ, શંકર મહાદેવન સહિતના સેલેબ્સનો સમાવેશ થાય છે.

મોદી સરકાર સમયની જરૂરિયાતઃ
આર્ટિસ્ટે સાથે મળીને એક નિવેદન આપ્યું છે અને જનતાને અપીલ કરી છે, ''કળા તથા સાહિત્ય સાથે જોડાયેલા અમે દેશના તમામ નાગરિકોને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ જાતના પૂર્વગ્રહ તથા દબાણથી મુક્ત થઈને પોતાની નવી સરકાર પસંદ કરવા માટે મત જરૂરથી આપો. છેલ્લાં પાંચ વર્ષમાં અમે એવી સરકાર જોઈ છે, જે ભ્રષ્ટાચાર મુક્ત છે. સારી રીતે શાસન કર્યું છે અને વિકાસને લગતા કાર્યો કર્યા છે. આ સમય દરમિયાન દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. અમારો દ્રઢ વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી વર્તમાન સરકાર સત્તામાં રહે. આ સમયની જરૂરિયાત છે. આ સાથે જ જ્યારે દેશની સામે આતંકવાદ જેવા પડકારો હોય ત્યારે એક મજબૂત સરકારની જરૂર છે નહીં કે મજબૂર સરકાર. આવા સમયે આ સરકાર ટકી રહે તે વધુ આવશ્યક બની જાય છે.''

600થી વધુ આર્ટિસ્ટ છે મોદી વિરૂદ્ધઃ
નસીરૂદ્દીન શાહ સહિતના 600 કલાકારોએ ભાજપને વોટ ના આપવાની અપીલ કરી છે અને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ભારતના લોકોને કહેવામાં આવ્યું છે, ''વોટ કરીને ભાજપ તથા તેના સાથી પક્ષોને સત્તામાંથી બહાર કરો.'' અપીલ કરનારમાં અમોલ પાલેકર, નસીરૂદ્દીન શાહ, ગિરીશ કર્નાડ, એમકે રૈના, ઉષા ગાંગુલી, શાંતા ગોખલે, મહેશ એલકુંચેવાર, મહેશ દત્તાની, અરૂંધતી નાગ, કીર્તિ જૈન, અભિષેક મજૂમદાર, કોંકણા સેન શર્મા, રત્ના પાઠક શાહ, લિલેટ દુબે, મીતા વશિષ્ઠ, મકરંદ દેશપાંડે તથા અનુરાગ કશ્યપ સહિતના સેલેબ્સ સામેલ છે. સૂત્રોના મતે, તમામ હસ્તીઓએ એ વાત પર ભાર મૂક્યો છે કે ભારત તથા તેનું બંધારણ જોખમમાં છે. ભાજપને વોટ ના કરો. આ પત્ર ગુરૂવાર(4 એપ્રિલ)ના રોજ રીલિઝ કરવામાં આવ્યો છે. 12 ભાષામાં તૈયાર કરવામાં આવેલો આ પત્ર આર્ટિસ્ટ યુનાઈડ ઈન્ડિયા વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો છે.

X
vivek oberoi to koina mitra, bollywood celebs said, modi govt is need of this time
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી